હાલ માં કોરોના વાયરસ ની સ્થિતિ માં જાતજાત ની અફવાઓ ફેલાઈ રહી છે પરિણામે લોકો માં ગભરાટ નો માહોલ છે ત્યારે તાજેતરમાં જ કેટલાક લોકો ચલણી નોટો ઉપર થુંક લગાવી કોરોના ફેલાવવા નો પ્રયાસ કરતા હોવાની ઉડેલી વાતો વચ્ચે વલસાડ ના મિશન કોલોની વિસ્તારમાં પણ આવી થૂંક ચોપડેલી નોટો કોઈ ફેંકી જતું હોવાની વાત ફેલાતા તંત્ર દોડતું થઈ ગયું હતું જોકે સ્થાનિક લોકો એ વોચ ગોઠવતા નોટો ફેકનાર શંકાસ્પદ મળી ગયો હતો અને અહીં થી મળેલી રૂપિયા 20 ની ચલણીનોટ ને સેનેતરાઈઝ કરી પાલિકા તંત્ર એ કબ્જે લીધી હતી દરમ્યાન એક સ્થાનિક વ્યક્તિ કનીફર્ડ મિસ્ત્રી નામના ક્રિશ્ચયન ઈસમ ની પોલીસે અટકાયત કરી છે અને સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરશે જોકે હાલ કોરોના વાયરસ ના માહોલ માં માત્ર મજા લેવા માટે આ ઇસમે ટીખળ કર્યું હોવાનું સામે આવ્યુ છે.