વલસાડ જિલ્લામાં કોરોના એ સત્તાવાર એન્ટ્રી કરી છે અને એક જ રાતમાં કોરોનાના ત્રણ કેસ નોંધાઇ ચુક્યા છે જેમાં ધરમપુર માં 21 વર્ષીય યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ત્રણ પોઝિટિવ કેસમાં ઉમરગામ ના દેહરી , ડુંગરી અને ધરમપુરના યુવકોનો સમાવેશ થયા છે. જેમાં ડુંગરી માં એક અને ઉમરગામ ના દહેલી નો એક કેસ અને ત્રીજા ધરમપુરના આસુરા ગામ ખાતે રહેતા 21 વર્ષીય સુફિયાન શબ્બીર કાદરીને ગત 19મીના રોજ કોરાનાના લક્ષણો સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનો મોડી રાતે કોરોના પોઝીટિવ રિપોર્ટ આવતા આજે વહેલી સવારે કોરોનાના કારણે મોત થયું હતું. સુફિયાન ધરમપુરમાં માતા સાથે રહેતો હતો અને તેનો ભાઈ 108માં પાયલોટ તરીકે ફરજ નિભાવે છે. હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, આરોગ્ય વિભાગે ધરમપુરમાં મૃતકના વિસ્તારમાં સેમ્પલિંગ લેવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે મૃતક યુવાન ને બ્રેઇન કેન્સર હતું અને તેની ફેબ્રુઆરી થી સુરત ની મહાવીર હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને તેને કોરોના ના લક્ષણો જણાતા સુરત સિવિલ માં રીફર કરાયો હતો જ્યાં તેના સેમ્પલ લીધા બાદ કોરોના પોઝીટીવ આવ્યા બાદ મોડી રાત્રે નિધન થયું હતું આ અંગે વલસાડ જિલ્લા કલેકટરે પત્રકારો ને જણાવ્યું હતું કે પોઝીટિવ આવેલાઓ ના સમ્પર્ક માં આવનાર ને હાલ કોરોન્ટાઇન કરાયા છે અને દરેક સંભવિત જગ્યા એ ધ્યાન અપાઈ રહ્યું છે