કહેવાય છે જ્યારે માણસ ને ગરજ હોય ત્યાં સુધી કારીગર ના માલિકો પગ ના તલવા પણ ચાટવા માંડે છે પણ જ્યારે ગરજ પુરી થાય એટલે તેજ કારીગર તેને ઝેર જેવો લાગે છે અને પછી ભલેને તે ભૂખે મરતો હોય પણ એ માલિક તેની વાત ધ્યાને લેતો નથી અને પોતાનો જ સ્વાર્થ જોતો હોય છે આવુજ કઈક બન્યું છે વલસાડ માં…અહીં
વલસાડના સાંઈ લીલા મોલ પાસે આવેલ સુગર એન સ્પાઈસ ના સંચાલકો કોરોના ના લોકડાઉન બાદ કારીગરો ને લોલીપોપ આપી છૂમંતર થઈ ગયા છે અને એક સમયે સારા લાગતા આ કામદારો હવે ગરજ મટતા ભૂલી જવાયા છે અને કામદારોને વેતન ના આપતા તેમની હાલત બની હતી કફોડી બની છે
વલસાડ ના સાઇલીલા મોલ પાસે આવેલ સુગર એન સ્પાઈસ ના સંચાલક સુરત ખાતે રહેતા હોય અને એમના કામદારો વલસાડમાં છેલ્લા બે માસથી રેસ્ટોરેન્ટ બંધ હોવાના કારણે વલસાડમાં જ રહે છે સુગર એન સ્પાઈસ ના નવ જેટલા કર્મચારી તો પાસેથી પૈસા ખૂટી જતા ભૂખ સામે ઝઝૂમી રહ્યા છે અને અનાજ લાવવાના પૈસા પણ નથી ખુબજ દુઃખી જણાતા આ કામદારો ને વ્હારે આખરે સત્ય ડે આવ્યું હતું અને કામદારો ને પગાર નહિ આપવા મુદ્દે એરીયા મેનેજર પાસે ખુલાસો માંગતા આખરે છેલ્લે જવાબદારો દોડતા થઈ ગયા હતા અને પૈસા ની વ્યવસ્થા કરી હતી જે અંગે મદદે આવનાર સત્યડે નો કામદારો એ આભાર માન્યો હતો.