વલસાડ નું તંત્ર છેલ્લા દિવસો થી બેબાકળું થઈ ગયું છે અને જાણે હાથ અઘ્ધર કરી દીધા નું જણાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લા માં મોટી સંખ્યા માં શ્રમિકો અટવાઇ ગયા છે અને વતન જવા શ્રમિકો રસ્તા ઉપર ઉતરી પડતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. વલસાડ થી લઈ વાપી સુધી શ્રમિકોના ઘાડેધડા ઉતરી ગયા છે જેઓ એકજ માંગ છે કે વતન જવા દો ત્યારે વાપી વિસ્તાર માં મામલતદાર કચેરી અને છીરી ગામે મોટી સંખ્યા માં શ્રમિકો રસ્તા પાર ઉતરી આવતા પોલીસે સ્થળ ઉપર દોડી જઇ ટોળું વિખેરી નાખ્યું હતું અને તમામ ને પરત મોકલ્યા હતા.
વાપી અને વલસાડ થી મોટી સંખ્યા માં શ્રમિકો વતન જવા ની વાત સાથે રસ્તા પાર ઉતરી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારિયો માં સંકલન નો અભાવ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે જેનો શ્રમિકો ભોગ બની રહ્યા છે. આવા ઓનલાઇન ફોરમ ભરતા શ્રમિકો ને નહિ આવડતા તેઓએ સરકારી કચેરી બહાર ફોર્મ લેવા માટે પડાપડી કરી હતી ત્યારે શ્રમિકો ની એકજ માગણી છે કે તેઓ ને ફોર્મ ભરી આપવામાં આવે અને તેઓ ને વતન મોકલવા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવે ત્યારે વલસાડ જિલ્લા ના અધિકારીઓનું મૌન કંઈક અલગજ સ્વરૂપ વલસાડ માટે ઉભું કરી દે તો એ વાત ની નવાઈ નહિ