વલસાડ તાલુકાના હીંગરાજ ખાતે ગુરુવારે વન અને પર્યાવરણ મંત્રી રમણભાઈ પાટકર અને ધારાસભ્ય ભરત પટેલની ઉપસ્થિતિ વચ્ચે જરૂરિયાત મંદો ને આવશ્યક ચીજ વસ્તુઓની 250 કીટ વિતરણ કરવામાં આવી હતી.મંત્રીએ હાલે વૈશ્વિક મહામારીના પગલે સરકાર લોકોને તમામ પ્રકારની સહાય કરી રહી છે,તેમ જણાવી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ મદદ માટે સતત આગળ રહી છે,મંત્રીએ કપરાડા તાલુકાના 130 ગામો સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કીટ વિતરણ કરતી સુખાલાની સંસ્થા યુવા ક્રાંતિ મિશન,લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય અને સ્વ બરજુલ પટેલ રાહત સમિતિના ચેરમેન વસંત પટેલ અને તેમની ટિમની સરાહના કરી હતી.સંસ્થા દ્વારા બુધવારે પારડી તાલુકાના અંબાચ,ગોયમાં અને ખેરલાવમાં 200 થી વધુ કીટ વિતરણ કરાઈ હતી.હીંગરાજ ખાતે આગેવાન બળદેવ ભાઈ,સરપંચ વંદનાબેન,ડેપ્યુટી સરપંચ જીતુ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.