જ્યારથી આ લોકડાઉન આવ્યુ છે ત્યારથી પેટુયું રળવા એકબીજા શહેર માં જતા પરપ્રાંતીય પરિવારો હેરાન પરેશાન થઈ ગયા છે.હજુતો માંડ છૂટ્યા અને વતન જવાની જાહેરાત થઈ ત્યાં જ પાછા ચેકપોસ્ટ ઉપર જણાવાયું કે પાછા જાવ ત્યારે આ લોકો તડકા માં આખો દિવસ શેકાયા બાદ પાછા આવ્યા હતા.
વલસાડ મામલતદાર ગઈકાલે નિવેદન આપ્યું હતું કે પરપ્રાંતીય પોતાનું પ્રાઈવેટ વાહન લઈ બીજા રાજ્ય માં જઈ શકે છે બીજા અને ઓન ધ સ્પોટ વાગલધારા ચેકપોસ્ટ પાસે થી જવા દેવાશે પરંતુ આજરોજ વાગલધરા ચેકપોસ્ટ પાસેથી કેટલાકને અટકાવી દેવાયા હતા અને જવા દેવામાં આવ્યા ન હતા.
હાલ વલસાડ ની વાઘલધરા ચેકપોસ્ટ પર થી અધર સ્ટેટ માટે પરમીશન આપવાની બંધ છે કારણકે અધર સ્ટેટ બોર્ડર વાળા મામલતદાર ના પેપર ચલાવતા નથી. તેમને કલેકટર ની પરવાનગી જોઈએ તોજ જવા દેવામાં આવે તેવો નિયમ છે.
બાકી રાજ્ય ની અંદર માટે પરવાનગી આપવામાં આવે છે તે વાત સ્પષ્ટ થઈ રહી છે જોકે તંત્ર માં સંકલન ના અભાવે ગરબડ થતા કેટલાય લોકો ભરઉનાળે હેરાન થઈ રહ્યા છે અને પુરી જાણકારી વગર આમતેમ ભટકી રહ્યા છે. આ અંગે જિલ્લા સમાહર્તા નો સંપર્ક કરવાની સત્યડે ની ટીમે કોશિશ કરી પરંતુ તેઓ પાસે હાલના સંજોગો માં ટાઈમ નો અભાવ હોવાથી પોતાનું જવાબદાર વર્જન આપી શક્યા ન હતા .