વાંસદા વિસ્તારના લોકો કોરોના ની ગંભીરતા સમજી નથી રહ્યા અને બેજવાબદાર બની લોકડાઉનનો ભંગ કરતા પોલીસે હવે કડક અમલ કરાવવાનું ચાલુ કર્યું છે અને લોકડાઉનનો ભંગ કરી કામ વગર રખડવા નીકળી પડતા લોકો ના વાહનો જપ્ત કરી દંડ ફટકારવા નું શરૂ કર્યું છે પોલીસે આ માટે ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી વાહનો ચેકીંગ હાથ ધર્યું છે અને જાહેરનામા નો ભંગ કરી વાહનો લઈ નીકળેલ લોકો દંડ ફટકાર્યો હતો અને અનેક વાહન ચાલકો ને મેમો અપાયો હતો. કોરોના જેવી હાડમારી હોવાછતાં પણ લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે જે ગંભીર બાબત છે ત્યારે લોકો ને પોલીસે લોકડાઉન નો સ્વૈચ્છીક અમલ કરવા અપીલ કરી છે.