વલસાડમાં કેરીની સિઝન શરૂ થઇ ગઈ છે પણ કોરોના ને લઈ ખેડૂતો ની હાલત કફોડી બની છે. કોરોના ના માહોલ માં એપીએમસીમાં પોલીસ પોતાની ડ્યુટી બજાવી રહી છે તો બીજી તરફ ખેડૂતો અને વેપારીઓ અટવાઈ રહ્યા છે
વલસાડ તાલુકાના ગામડાઓમાંથી કેરીનો જથ્થો લઇને આવેલી એપીએમસી માર્કેટમાં વેચાણ વ્યવસ્થા કરવાનું આયોજન ચાલૂ કરાયું છે.કેટલાક વેપારીઓ દૂકાનો ખોલી ખરીદ વેચાણની તૈયારીમાં પડી ગયા છે. જોકે, માર્કેટમાં સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો અમલ થતો ન હોવાનું ધ્યાને આવતા પોલીસ હરકત માં આવી હતી ,આ ઉપરાંત મદનવાડમાંંથી માર્કેટના રસ્તે નિકળી બેચર રોડ પર થઇને અવરજવર વધતા લોકડાઉનનો ભંગ થતો હોવાનું નજરે ચડતા ગેટ બંધ કરાયો હતો.
વલસાડ એપીએમસી માર્કટેમાં લોકડાઉનનું વેપારીઓ સર્વસમંતિથી પાલન કરાવવા કટિબધ્ધ છે.ત્યારે માર્કેટ યાર્ડમાં આરસીસી બાંધકામ સાથેના બે મોટા ટોયલેટ બાથરૂમ તેમજ માર્કેટમાં આવવા જવા માટે 5 જેટલા પ્રવેશ દ્વારો અને ડામરના રસ્તાઓની સુવિધા હોવાથી અવરજવર સરળ બની રહે છે.જેથી હાલના માર્કેટ યાર્ડ સિવાય ખરીદ વેચાણની પ્રવૃત્તિ કોઇપણ અન્ય સ્થળે ખસેડવામાં ન આવે તે જરૂરી હોવાની રજૂઆતો કલેકટરને રજુઆત કરી છે તેમજ તિથલ એકતા એપાર્ટમેન્ટ માં રહેતા ભીખાભાઇ પટેલે પણ કેરીના માર્કેર્ટ માટે સગવડ ઉભી કરવા ત્વરિત પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે.તેઓ એ એપીએમસી સહિત કેનિંગ ફેકટરી સુધી ટ્રાન્સપોર્ટેશન અને એકપોર્ટ માટે તેમજ પેકિંગ વ્યવસ્થા અને મુંબઇ એપીએમસી સુધી કેરી પહોંચે તેવું આયોજન કરવા રજુઆત માં જણાવ્યું છે.