કોઈપણ ક્ષેત્ર આજે વિજ્ઞાનની પકડથી દૂર નથી. વિજ્ઞાને દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરેલી છે.પરંતુ આ ધરતી પર અનેક એવી રહસ્મય વસ્તુઓ આવેલી છે કે તેના વિશે વિજ્ઞાન અને દિગ્ગજ વૈજ્ઞાનિકો સફળ નથી રહ્યા. ત્યારે જ આવીજ એક એવી જગ્યા દક્ષિણ અમેરીકાનાં દેશ વેનેઝુએલામાં છે.જ્યાં આકાશ વીજળી હંમેશાં કડકતી રહે છે. ખરેખર આ તળાવ પર હર વખતે આકાશી વિજળી કડકતી રહે છે. પરંતુ આજ સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે આ તળાવની ઉપરનું આકાશ એક કે બે વાર નહીં પરંતુ એક કલાકમાં હજારો વખત ચમકે છે. આ રહસ્યને બીકન ઓફ મેરાકાઇબો કહેવામાં આવે છે. જો કે તેનાં અન્ય નામો પણ છે, જેમાં કેટાટુમ્બો લાઈટનિંગ એવરલેસ્ટિંગ સ્ટોર્મ, ડ્રામેટિક રોલ ઓફ થંડર વગેરેનો સમાવેશ છે. જોકે કેટલાક લોકો આ સ્થાનને વિશ્વનું પ્રાકૃતિક શક્તિ ગૃહ પણ કહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેનેઝુએલામાં કૈટાટુમ્બો નદી, જ્યાં તે મરાકાઇબો તળાવમાં જોડાય છે, વર્ષમાં 260 દિવસ તોફાની હોય છે.
જ્યારે આ 260 દિવસની તોફાની રાત દરમિયાન, અહીં રાતભર વીજળી ચમકે છે. ઉલ્લેખનીય છે કે લેક રાકાઇબોનું નામ ગિનીસ બુકમાં સૌથી વધુ વીજળીનાં ચમકારા વાળું સ્થળ તરીકે નોંધાયું છે.