1971ની લડાઇમાં શહીદ થયેલા સૈનિકોને વિજય દિવસે શ્રધ્ધાંજલી આપવામાં આવી આ દિવસે અમર જવાન જયોતિ ઉપર રક્ષામંત્રી નિર્મલા સિતારમણ, આર્મી ચીફ જનરલ બિપિન રાવત, નૌસેના પ્રમુખ સુનિલ લાંબા અને એર ચીફ માર્શલ બીરેન્દ્ર સિંહ ધનોહા ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી શહીદોને યાદ કર્યા હતા તેમણે લખ્યુ કે વિજય દિવસ પર હું ભારતીય સેનાના બહાદુર જવાનોને સલામ કરૂ છુ. આપણે 1971ના યુધ્ધના શહીદોના સાહસ અને વિરતાને યાદ રાખીએ જે દરરોજ ભારતની સ્વતંત્રનાની રક્ષા કરે છે.