આજથી રાજકોટ શહેર માં જો કોઈ માવો , મસાલો કે ફાકી ખાતો નજરે પડશે તો તેની સામે કડક કાર્યવાહી ની અહીંના પોલીસ કમિશનરે જાહેરાત કર્યા ને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં જ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફાકી ખાતા હોય અને થૂંકતા હોય તેવો આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. અને પોલીસ કમિશનર દ્વારા કેવા પગલાં ભરાય છે તેતો સમય જ કહેશે ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ પણ જોવા મળી રહ્યા છે. અરવિંદ રૈયાણી માસ્ક ઉતારી માવો ખાધા બાદ જે સોપારી કાઢતા હોય છે તે રીતે થૂંકતા નજરે પડે છે. સામાન્ય લોકો માટે મસાલો ખાવા પર આજથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય આ ફાકી ક્યાં ગલ્લે થી લાવ્યા તે પણ સવાલ ઉઠયા છે. બીજી તરફ ધારાસભ્યઅરવિંદ રૈયાણી વીડિયો અંગે માનવા તૈયાર જ નથી.
તેઓએ વીડિયો જોયા બાદ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યુ હતું કે પ્રેસવાળા રસોડા માટે બાઇટ લેવા આવ્યા હતા એટલે પોતાના મોઢામા શાક હોવાથી બોલી શકાય તેમ ન હોવાથી એટલા માટે શાક મોઢા માંથી બહાર કાઢ્યું હતું. બાકી પોતે પાન મસાલા નહિ ખાતા હોવાનું જણાવ્યું હતું. જોકે આ વિડીયો ભારે વાયરલ થયો હતો અને લોકોએ મનભરી ને કોમેન્ટ નો મારો ચલાવ્યો હતો.