પાટીદાર આંદોલન પછી છવાઈ ગયેલી રેશ્મા પટેલ હવે ભાજપની આંગળી પકડ્યા પછી પટેલોની ભારે નારાજગી વ્હોરી રહી છે. રેશ્મા પટેલને હવે પટેલોએ બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ચૂંટણી લડવાના મૂડમાં આવેલી રેશ્મા પટેલના પગતળેથી જમીન સરકી રહી છે.
ભાજપમાં પટેલ નેતાના નામે વિધાનસભાની ટિકિટ લેવા માંગતી રેશ્મા પટેલ સામે હવે પાટીદારોએ બાંયો ચડાવી છે, પાટીદારોએ રેશ્મા પટેલને ધીમે ધીમે પટેલોના ગ્રુપમાંથી બહાર કાઢવા લાગતાં હવે રેશ્મા પટેલ બઘવાઈ ગઈ છે. પટેલોના નામે ભાજપની નાવ ચલાવવાની ગુલબંગો મારતી રેશ્માના હલેસા હવે પટેલો પાંછા ખેંચી રહ્યા છે અને સોશિયલ મીડિયાના તમામ ગ્રુપમાંથી હાંકી કાઢી છે. જેના કારણે બઘવાયેલી રેશ્મા પટેલ હવે કાર્યકર્તાઓ પર ગુસ્સે થવા લાગી છે. પોતાના વોટબેંક પટેલ છે અને પટેલોને ગજવામાં રાખીને ફરતી હોવાનો રેશ્માનો ફાંકો ઉતરી ગયો છે જેના પરિણામે હવે રેશ્મા એટલી હદે ડોફરાઈ ગઈ છે કે પટેલ આંદોલનકારી નેતાઓને ફોન કરી ધમકાવી રહી છે. રેશ્માને ધારાસભ્યની ટિકિટ મળ્યા પહેલાં ખાલી કેસરી ખેસ પહેર્યા પછી આટલો પવન હોય તો કદાચ ભાજપમાંથી ચૂંટણી લડીને જીતે અને કદાચ પ્રધાન બનેતો પટેલોને પગ નીચે રાખે તો નવાઈ નહી।
આ ઓડીયો ક્લીપની સત્યતાનો સત્ય ડે દાવો કરતુ નથી.
.