શિયાળામાં કોવિડ -19 અને ફલૂના ચેપ(Covid-19 and flu infection)નું કોમ્બિનેશન માણસ માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. ફ્લૂ અને કોવિડ -19 લક્ષણો (Covid-19 Symptoms) વચ્ચેનો તફાવત શોધવાનું ખૂબ મુશ્કેલ છે. બંને રોગોના લક્ષણો લગભગ સમાન છે. ફક્ત પરીક્ષણ દ્વારા કહેવું શક્ય છે કે, વાસ્તવમાં માણસ કંઈ બિમારીનો શિકાર છે. કોવિડ -19 અને ફલૂ (Coronavirus and flu) બંનેમાં શરીરનો દુખાવો, ગળામાં દુખાવો, તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને માથાનો દુખાવો જેવા ઘણા લક્ષણો છે. જો કે, વૈજ્ઞાનિકો દાવો કરે છે કે માત્ર બે લક્ષણો જોઈને, તમે કોવિડ -19 અને ફ્લૂ વચ્ચેનો તફાવત ઓળખી શકો છો.ડોક્ટરો કહે છે કે સામાન્ય રીતે ફલૂના ચેપમાં વ્યક્તિ એક અઠવાડિયામાં બીમાર દેખાવાનું શરૂ કરે છે. જ્યારે કોવિડ -19 પણ બે થી ત્રણ અઠવાડિયા કે તેથી વધુ સમય માટે બીમાર પડી શકે છે. દુનિયાભરમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, જ્યાં ત્રણ અઠવાડિયા પછી પણ લોકો સાજા થઈ શક્યા નથી. તમે જોયું અથવા સાંભળ્યું હશે કે કોવિડ -19 ચેપ લાગ્યો હોય ત્યારે વ્યક્તિ ગંધ અને સ્વાદને ઓળખવાની શક્તિ ગુમાવે છે. જ્યારે ફ્લૂ હોય ત્યારે આવું ક્યારેય થતું નથી.
જો કે, કોરોનાથી સંક્રમિત તમામ દર્દીઓમાં આવા લક્ષણો દેખાયા નથી.બોસ્ટનનાં હાર્વર્ડ મેડિકલ હોસ્પિટલ અને સ્કૂલના ડો. ડેનિયલ સોલોમન કહે છે કે શક્ય છે કે, વ્યક્તિ એક જ સમયે બંને રોગોનો ભોગ બને. આવી સ્થિતિમાં, તમારે કોઈ એકને બદલે બંને રોગો માટે પરીક્ષણો કરવવા પડશે. જો તમે એક જ પરીક્ષણ કરાવવાનું વિચારી રહ્યાં છો, તો પછી ધ્યાનમાં રાખો કે તમારા વિસ્તારમાં કયા વાયરસ વધારે ફેલાઈ રહ્યો છે. ‘પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ’ (PHE) ના એક અહેવાલ મુજબ, કોવિડ -19 અને ફ્લૂના ચેપ બંને એકસાથે થવા પર માણસનાં મોતનું જોખમ લગભગ ડબલ (Coronavirus death risk)થઈ જાય છે. PHEનો રિપોર્ટ કહે છે કે 20 જાન્યુઆરીથી 25 એપ્રિલની વચ્ચે દેશમાં આવા 20,000 કેસ નોંધાયા હતા, જ્યાં દર્દીઓ ફ્લૂ અને કોવિડ -19 બંનેનાં ચેપ લાગ્યાં હતાં. આમાંના મોટાભાગના દર્દીઓની હાલત ગંભીર હતી. આ ચેપના જોડાણને લીધે અહીં 43% લોકો મરી ગયા.ડો. સોલોમન કહે છે કે ઈન્ફલ્યુએન્ઝાનું કોમ્યુનિટી ટ્રાંસમિશન હજી સુધી જોવા મળ્યું નથી, તેથી ફ્લૂનું કોઈ વ્યાપક પરીક્ષણ કરાયું નથી. ફ્લૂ અને કોવિડ -19 બંને મોં અને નાકમાંથી નીકળતાં ટીપાંથી ફેલાય છે. બંનેમાં માણસો માંદા પડે તે પહેલાં ચેપ લગાવે છે. ફ્લૂનો ચેપ લાગવા પર એકથી ચાર દિવસની અંદર કોઈ વ્યક્તિ બીમાર થવાનું શરૂ કરે છે. જ્યારે કોરોના વાયરસના લક્ષણો દેખાવામાં 2 થી 14 દિવસનો સમય લાગી શકે છે. ફ્લૂની સારવાર વાયરસના પ્રકાર પર આધારિત છે. જ્યારે હજી કોરોના વાયરસ માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. વિશ્વભરમાં ઘણી રસીઓ પર ટ્રાયલ ચાલી રહ્યુ છે.