દેશ માં એક તરફ કોરોના ની હાડમારી છે અને લોકડાઉન ની સ્થિતિ છે ત્યારે બીજી તરફ વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના એ હાહાકાર મચાવી દીધો છે. ગેસ ગળતર માં ગુંગળામણ ને કારણે મૃતકોની સંખ્યા વધીને 10 થઇ ગઇ છે. આ ઘટના ગેસ વાલ્વમાં મુશ્કેલીના કારણે બની હોવાનું બહાર આવ્યું છે. ગુરૂવાર સવારે 2.30 વાગ્યે ગેસ વાલ્વ ખરાબ થઇ ગયો અને ઝેરી ગેસ લીક થયો હતો અત્યારે અધિકારીઓની આખી ટીમ કેસની તપાસ કરી રહી
છે, ફેકટરીનું કોઇ સાયરન સ્થાનિક વિસ્તારમાં કોઈએ સંભાળ્યું નહી હોવાથી વધુ લોકો ભોગ બન્યા હતા.
પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થતા આજે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો. ગેસ એવો લીકેજ થયો કે પ્લાન્ટના આજુબાજુના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને લોકો રસ્તા પર આમતેમ ભાગતા નજરે પડ્યા હતા અને રસ્તા ઉપર અનેક લોકો બેભાન થઇ ઢળી પડતા નજરે પડતા હતા. ગેસ કાંડમાં અત્યાર સુધીમાં 11 લોકોના મતો થયા છે. અને 316 કરતા વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામમાં ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યે કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લિક થવાથી ઘટના બની હતી અને ગેસ ગળતર માં 11 લોકો ના મોત થયા હતા જેમાં બેબબાળક પણ સામેલ છે. રાજ્યના ડીજીપી દામોદર ગૌતન સવાંગે મોત ને ભેટેલા લોકો અંગે પૃસ્ટી આપી હતી. કેટલાક લોકો અફરા તફરી માં કુવામાં પડ્યા હતા. આ ગેસ મલ્ટીનેશનલ કંપની એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાંથી લીક થયો હતો. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, એક હજારથી વધારે લોકો બિમાર પડ્યા પડી ગયા છે. બનાવ અંગે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, તેમણે ગૃહ મંત્રાલય અને NDMA સાથે વાત કરી છે તેમણે તમામના સુરક્ષિત રહેવાની કામના કરી હતી. આ બનાવે ભોપાલ ગેસ દુર્ઘટના ની યાદ અપાવી દીધી છે.