રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને જોતા તમામ રાજ્કીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે. મતદારોને રિઝવવા તમામ પાર્ટીઓ મેદાને પડી છે. તો બીજી તરફ તમામ સમાજ દ્રારા શક્તિપ્રદર્શન કરી પોતાની પ્રભાવ દેખાડવામાં આવી રહ્યો છે. પાટીદાર ,ચૌધારી .સમાજ બાદ હવે રાજપુત સમાજ સક્રિય થયો છે કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજ શેખવાતા એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યુ કે રાજ્કીય પાર્ટીઓ રાજપુત સમાજ સાથે અન્યાય કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજપુત સમાજની અવગણના કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં ક્ષત્રિય એકતા મહારેલીના માધ્યમથી સમાજને એક કરવાનું કામ કરીશુ અને શક્તિ પ્રદર્શન કરીશું .
તેમણે તમામ રાજ્કીય પક્ષોને ટકોર કરતા 20થી 25 બેઠકો પર સમાજ લોકોને ચૂંટણીમાં લડવવા કહ્યુ છે જો કોઇ પાર્ટી ટિકિટ નહી આપે તો અપક્ષમાં ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે જે પાર્ટી આમરા સમાજને ટિકિટ આપશે તેની સાથે ઉભા રહીશું અને ચૂંટણીમાં જીતાડીશું ભાજપ કોંગ્રેસ આપ સહિત તમામ પાર્ટીઓમાંથી જે પાર્ટી ટિકિટ આપશે તેમાંથઈ લડીશું અને જીતાડીશું.
ઉલ્લેખનીય છે કે જયારે ચૂંટણી આવતી હોય છે ત્યારે તમામ સમાજ દ્રારા શક્તિ પ્રદર્શન કરી પ્રભૃત્વ બતાવમાં આવતુ હોય છે. અને ચૂંટણી સમયે અલગ-અલગ પદની માગણીઓ કરાતી હોય છે ગુજરાતમાં પણ યુપી વાળી ઘટનાને અંતે થતી હોય છે અને તમામ પાર્ટી પણ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ચૂંટણીને ટિકિટો વિતરણ કરતી હોય છે ઉલ્લેખનીય છે કે સમાજ અને તેના મતદારોની સંખ્યા ના આધારે ઉમેદવારોની પસંદગી થવાના કિસ્સાઓ ખૂબ મોટા પ્રમાણમાં સામે આવતા હોય છે.