ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રૂરતાના કિસ્સા આખી દુનિયામાં જગજાહેર છે. તે ક્યારેક પોતાના હરીફને તોપથી ઉડાવી દે છે, તો ક્યારે નાની એવી ભૂલને કારણે સંબંધીઓને પણ ભૂખ્યા કુતરાની સામે ધરી દેતો હોય છે.
વિદેશી ટીવી શો જોવા પર આપે છે ભયંકર સજા
હાલમાં જ ઉત્તર કોરિયાની જેલમાંથી ભાગેલા એક કેદીએ ખુલાસો કર્યો હતો કે, ત્યાં વિદેશી ટીવી શો જોવા પર ભયાનક સજા આપવામાં આવે છે. આ કેદીઓને જેલમાં મૃત વ્યક્તિઓની રાખવાળુ પાણી કેદીઓને પીવડાવામાં આવે છે. તેણે જણાવ્યુ હતું કે, ત્યાંના ચોંચરી કંસ્ટ્રેશન કેમ્પમાં કેદીઓની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. આ કેદીનું ઈન્ટરવ્યૂ વોશિંગ્ટન સ્થિત સમિતિએ લીધુ છે.
જેલમાં જ સળગાવી દેવામાં આવે છે કેદીઓને
આ કેદીનું નામ અને ઓળખાણ ગુપ્ત રાખવામાં આવ્યા છે. તેણે જણાવ્યુ છે કે, મૃત શબને સળગાવ્યા બાદ તેને એક ગોદામમાં રાખવામાં આવે છે. જ્યાં ઉંદર અને અન્ય જીવો તેને કોતરે છે. આ જેલને એકાગ્રતા શિવરનું નામ આપવામાં આવ્યુ છે અને તેમાં અમાનવીય યાતના આપવામાં આવે છે.
મડદાઓની રાખનું પાણી પીવા મજબૂર કેદીઓ
દર અઠવાડીયે અહીં કોઈના કોઈ કેદીનું મોત થાય છે. જેને કેમ્પની અંદર બનેલા શ્મસાનમાં સળગાવી દેવામાં આવે છે. બાદમાં મડદાઓને ત્યાં બહાર ખડકલો કરવામાં આવે છે. જેનો ઉપયોગ ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતર બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારે વરસાદ થાય છે ત્યારે આ રાખનું પાણી નદીમાં ભળે છે. આ નદીનું પાણી કેદીઓને પીવડાવવામાં આવે છે અને ન્હાવાનું પણ તેમાંથી હોય છે.