વિવાદો ઉભા કરવામાં ભાજપનું સ્થાન પ્રથમ નંબરે છે, છેલ્લી ગુજરાત મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ સોમનાથ નજીક પ્રાચીમાં જોહેર સભા યોજી હતી. સભાની સફળતા-નિષ્ફળતાને બાજુ પર રાખીયેતો પણ મુખ્ય પ્રશ્નએ ઉઠવા પામ્યો છે કે સોમનાથ મંદિરથી માત્ર 29 કિલોમિટરના અંતરે અા સ્થળ હોવા છતાં વડાપ્રધાને સોમનાથના દર્શને જવાનું ટાળ્યું હતું. ગુજરાતમાં ભાજપે ગૌરવયાત્રા દ્વારા સત્તા પ્રાપ્ત કરી હોવાની શરૂઅાત કરી હતી. ખુદ વડાપ્રધાન સોમનાથ દાદાના દર્શને ના ગયા પરંતુ રાહુલ ગાંધી હમણા હમણાથી જ્યાં જ્યાં દર્શને જઈ રહ્યા છે તે સમગ્ર બાબતે ભાજપના પેટમાં દુખાવો ઉપડે છે છેલ્લે ગઢડામાં સ્વામીનારાયણ મંદિરમાં દર્શનાર્થે ગયા ત્યારે ત્યાં પણ ભાજપે વિરોધ કર્યો હતો. ખુદ અેસ.પી સ્વામીએ કહેવું પડ્યું હતું કે રાહુલ ગાંધી હિન્દુ છે કે નહિ તે નક્કી કરવાનું કામ કોઈ રાજકીય પાર્ટીનું નથી.
રાહુલ ગાંધી પારસી છે ? રાહુલ ગાંધી ખ્રિસ્તી છે? રાહુલ ગાંધી બ્રાહ્મણ છે? અા તમામ પ્રશ્નો સ્વાભાવિક રીતે વિસ્તૃત છણાવટ માંગી લે તેમ છે, પરંતુ અા તમામ બાબતોને બાજુએ મુકી દેવા માટે અેક તસવીર પૂરતી છે.
સ્વ. રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર જે પ્રકારે અગ્નિદાહ અાપી કરવામાં અાવ્યા હતા તે પ્રસંગની તસવીર અા તમામ બાબતોને બાજુએ મુકી રાહુલ ગાંધીના પરિવારે નખશીખ હિન્દુ ધર્મનો સ્વીકાર કરેલો છે અને અા તસ્વીર તમામ વિવાદોને અંત લાવવા માટે સમર્થ નથી ?