નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પુરી થતાની સાથે પેટ્રોલના ભાવમાં વધરો થવા લાગ્યો છે. થોડા થોડા અંતરે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. આજે રવિવારે સરકારી ઓઇલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આમ પણ ગાઝા પટ્ટીમાં ફરી એક વાર તણાવ વધતાં અમેરિકા અને પશ્ચિમ એશિયાના દેશોની ઓઇલ સ્ટ્રેટેજી ઉપર પણ અસર વધી રહી છે. આ કારણે આ સપ્તાહના અંતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.27 રૂપિયા અને ડીઝલ 95.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
મોટા ચાર શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી- પેટ્રોલ 92.58 રૂપિયા, ડીઝલ 83.22 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈ- પેટ્રોલ 98.88 રૂપિયા, ડીઝલ 90.40 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નઈ- પેટ્રોલ 94.31 રૂપિયા, ડીઝલ 88.07 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા- પેટ્રોલ 92.67 રૂપિયા, ડીઝલ 86.06 રૂપિયા પ્રતિ લીટર
આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.