ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી PM મોદી સરકારને રોજ અેક સવાલ પુછવાનો કાર્યક્રમ શરુ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી અા સિલસિલો યથાવત રહેશે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૨ વર્ષોનો હિસાબ, ગુજરાત માગે જવાબ અભિયાન અંતર્ગત આજે ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલો સવાલ પૂછ્યો છે. રાહુલ ગાંધીએ પૂછેલા ચોથા સવાલમાં પૂછવામાં આવ્યું છે કે. PM મોદીજી સરકારી સ્કૂલ અને કોલેજના નામે શિક્ષણનો વેપાર કર્યો, મોંધી ફી થી દરેક વિધાર્થી પરેશાન થયો તેવા સમયે ન્યુ ઇન્ડિયાનું સ્વપ્ન કેવી રીતે સાકાર કરશો. શિક્ષણ પર થતા સરકારી ખર્ચમાં ગુજરાત દેશમાં ૨૬માં સ્થાને કેમ છે? ગુજરાતના યુવાનોએ શું ભૂલ કરી છે ?
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો અા ચોથો સવાલ છે. ત્રીજા સવાલમાં ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓને કરાયેલા ફાયદા અંગે સવાલ પૂછ્યો હતો. રાહુલ ગાંધીઅે ગુજરાતનાં વધતા જતા દેવા અંગે સવાલ કર્યો હતો જેમાં 1995માં ગુજરાત પર 9 હજાર 183 કરોડ દેવું હતું 2017માં 2 કરોડ 41 હજારનું દેવું છે. અેટલે કે દરેક ગુજરાતી પર 37 હજારનું દેવું છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે ગુજરાતની જનતા પ્રધાનમંત્રી મોદી પાસેથી જાણવા માંગે છે. કે જે તેમણે વચનો આપ્યા છે તે હજુ સુધી પુરા કેમ નથી કર્યા. 2012માં જે વચનો આપ્યા કે 50 લાખ નવા ઘર આપશે, પણ 5 વર્ષમાં 4.72 લાખ ઘર બન્યા છે. તો શું અા બધા ખાલી વચનો જ હતા?