વડોદરામાં પી.એમ. નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે તેમની ઉપર બંગડીઓ ફેંકીને પ્રસિદ્ધિ મેળવનાર ચંદ્રીકાબેન સોલંકીએ વડોદરામાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણીનુ ફોર્મ ભર્યુ છે. નવાઇની વાત એ છે કે ચંદ્રીકીબેનને તેમના નિશાન તરીકે બંગડીનું ચીહ્ન મળ્યુ છે. આ બાબત જોગાનુજોગ છે કે ચંદ્રીકાબેને માંગ્યા પ્રમાણે ચુંટણીનું ફોર્મ મળ્યુ છે. તે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
– છેલ્લા કેટલાક વર્ષોથી આંગણવાડી કાર્યકરોનું આંદોલન ચાલી રહ્યુ છે. તેનુ નેતૃત્વ ચંદ્રીકાબેન કરે છે. કાર્યક્રરોના પ્રશ્નો માટે અનેકવાર રજીઆત કરવા છતાં કોઇ ધાર્યુ પરીણામ ન મળતા અકળાઇ ઉઠેલા ચંદ્રીકાબેને પી.એમ.મોદીના યોજાયેલા રોડ શોમાં બંગડીઓ ફેંકી હતી. જેના કારણે પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે ચંદ્રીકાબેન સોલંકીને તેમના ઉમેદવાર તરીકે લક્ષમાં લીધા હતા. પરંતુ છેલ્લી ઘડીએ ટીકીટ ન અપાતા ચંદ્રીકાબેને અપક્ષ તરીકે ઉતારી ઉમેદવારી નોંધાવી છે.