અમદાવાદઃ ટેકનોલોજી જેટલી સારી છે તેટલી જ ખતરનાક પણ છે. કોરોના સંકટમાં હેકરો બેફામ થયા છે એવા સમયે સ્માર્ટયુઝર્સ અને ઓનલાઇન પેમેન્ટ કરનાર બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. જો તમે WhatsApp યુઝર્સ છો અને તમને પણ કોઈ પણ મેસેજ પર તાત્કાલિક ક્લિક કરવાની આદત છે તો આ ખબર તમારા માટે ખુબ જરૂરી છે. એન્ડ્રોઇડ યુઝર્સને હેકર્સ હંમેશા નિશાના પર રાખે છે. ઘણી વખત હેકર્સ તમારા ફોનમાં કોઈ એપ દ્વારા તો કોઈ વખત મેસેજ દ્વારા પહોંચી જાય છે. હવે WhatsApp પે આ મેસેજ વાયરલ થઇ રહ્યો છે જે એક મેઈલવેર છે અને આ મેસેજ સાથે મળવા વળી લિંક પર ક્લિક કર્યા પછી ફોન હેક થઇ શકે છે
WhatsApp પર લિંક સાથે એક મેસેજ ખુબ વાયરલ થઇ રહ્યો છે. મેસેજમાં લખ્યું છે કે આ એપને ડાઉનલોડ કરો અને મોબાઈલ ફોન જીતો. આ મેસેજ સાથે એક લિંક પણ આવે છે જના પર ક્લિક કરવા પર ગુગલ પ્લે સ્ટોર જેવી એક ફર્ઝી વેબસાઈટ ખુલે છે. એક રીતે હેકર્સે સ્પેમ માટે ગુગલ પ્લે સ્ટોરનું એક કલોન બનાવ્યું છે. લિંક પર ક્લિક કર્યા પછી યુઝર પાસે Huawei Mobile એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ પણ એક ખેલ છે અને આ એપ Huaweiનો ઓરીજનલ એપ નથી.
આ મેઈલવેર મેસેજ પર WhatsApp ના એક પ્રવક્તાએ કહ્યું કે આ મેસેજની આડમાં લોકો હેકિંગના શિકાર બની શકે છે અને તેમને પીસીન્ગ મેસેજ મોકલી શકાય છે. અમે આ ડિમોનની ફરિયાદ કરી રહ્યા છે. જલ્દી એના પર કાર્યવાહી થશે.
WhatsAppએ કહ્યું કે કોઈ મેસેજ સાથે મળી રહેલ લિંક પર ક્યારેય પણ ક્લિક કરવું નહિ. એ ઉપરાંત મળે છે તો એને ડીલીટ કરી દેવી અને કોઈને પણ ફોરવર્ડ કરવું નહિ. કંપનીએ કહ્યું કે પહેલી નજરમાં આ એડવેયર લાગી રહ્યું છે.