ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટને એકાએક અલવિદા કહી દેતાં ક્રિકેટ જગતમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. ધોની ક્રિકેટ પ્રત્યે ખુબ જ સમર્પિત હતો.
ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ધોની સાથે જોડાયેલો એક ઈમોશનલ કિસ્સો લોકો સાથે શેર કર્યો છે. અને આ કિસ્સો ધોનીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ સમયનો છે.
આર.અશ્વિને ખુલાસો કર્યો છે કે, વર્ષ 2014માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું ત્યારે માહીએ આખી રીતે પોતાની ટેસ્ટ જર્સી પહેરી રાખી રાખી હતી અને તેની આંખોમાંથી ધડધડ કરતાં અશ્રુઓ વહી રહ્યા હતા.
અશ્વિને કહ્યું કે, વર્ષ 2014માં ધોનીની સાથે હું મેલબોર્નમાં બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે મેચ ડ્રો થઈ ગઈ તો ધોનીએ એક સ્ટમ્પ નિકાળ્યું અને બહાર આવતો રહ્યો.