જ્યારે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય છે તો તેનો સંકેત આપણને કોઈને કોઈ માધ્યમથી મળે છે.શાસ્ત્રો મુજબ એવા સંકતો હોય છે, જેનું હોવું આપણા માટે બહુજ શુભ હોય છે. તો ચાલો જાણીએ ક્યાં પ્રકારનાં સંકેતો મળવાથી ધનની પ્રાપ્તિ અથવા સૌભાગ્યનું સુચક માનવામાં આવે છે. તમારા શરીરનાં અમુક અંગો જો ફડકવા લાગે છે તો તે શુભ સંકેત હોય છે. કહેવાય છેકે, જો તમારી આઈબ્રો અથવા તો તમારા હાથનો મધ્યભાગ ફડકે છે તો સમજોકે, આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે. વાસ્તવમાં શરીરનાં આ અંગોનું ફડકવાથી ધન મળવાના સંકેતો માનવામાં આવે છે. જો તમારી સાથે આવું થાય તો સમજવુંકે, તમારી ઉપર મા લક્ષ્મીની કૃપા વરસવાની છે. જો તમારા ઘરે પોપટ ઉડીને આવે તો સમજવુંકે, ભાગ્ય ચમકવાનું છે. વાસ્તવમાં ઘરમાં પોપટનું આવવું બહુ જ સારો સંકેત હોય છે. તેના સિવાય પોપટનું બોલવું અથવા તો પાંખો ફફડાવવું બહુજ શુભ ઘડી આવવાની નિશાની હોય છે.
એવી ઘટનાને સૌભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે. ઘરે કે ઘરની આસપાસ કીડીઓનું દેખાવું સામાન્ય વાત છે. પરંતુ જો તમને કાળી કીડી મોઢામાં ચોખા લઈને જતી દેખાય તો તે બહુજ શુભ સંકેત છે. તેને અર્થ એ થયો કે, તમારી ઉપર જલ્દીથી મા લક્ષ્મીની કૃપા વરસવાની છે. તમારી પાસે ધનનો વરસાદ થવાનો છે. ઘણા લોકો છે જેઓ ગરોળીથી ડરતા હોય છે. પરંતુ જો ગરોળી તમારા માથા ઉપર પડે તો તેનાંથી ડરવાની જરૂર નથી. પરંતુ તમારા માટે તે બહુજ શુભ સંકેત છે. વાસ્તવમાં માથા ઉપર ગરોળીનું પડવું ધન મેળવવાનો સંકેત હોય છે. ભાગ્યશાળી લોકોનાં માથા ઉપર ગરોળી પડે છે. હિંદુ ધર્મમાં ગાયને પુજનીય માનવામાં આવે છે. એટલા માટે તમારા દ્વાર ઉપર ગાયનું આવવું શુભ હોય છે, પરંતુ કહેવાય છેકે, જો ગાય તમારા ઘરની સામે આવીને ભાંભરવા લાગે છે તો સમજવું કે, આગામી સમયનાં ધન પ્રાપ્તિ થવાનાં આસાર છે. દેવી મા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ તમારી ઉપર થવાની છે.