ગુજરાતની રાજનીતિમાં ખરડાયેલાં ચહેરાને ઈતિહાસ લખવાની શરુઆત ચીમનભાઈ પટેલે કરી હતી ૧૯૭૪માં ભ્રષ્ટાચારના આરોપો પછી ફેંકાઈ ગયેલાં ચીમનભાઈએ નામનો પક્ષ કર્યો અને બાબુભાઈ જશાભાઈ પટેલની સરકાર ઉથલાવી હતી જેના કારણે એમની એટલી મોટી નામોશી થયેલી કે ૧૯૭૪ પછી ગુજરાતમાં જન્મેલા એક પણ બાળકનું નામ ચીમન નથી પડ્યું.
આ ઈતિહાસ દોહરાવવાના મૂડમાં શંકર સિહ હોય એમ લાગે છે પહેલા સ્વમાનના નામે ભાજપ છોડી કેશુભાઈ અને સુરેશ મહેતાની ખુરશી ખેચી ઠેકડો મારી ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસી ગયા રાજપાના નામની દુકાનનું પાટીયું મારી રાજકારણ રમવા માંડ્યા પણ લોકોએ એમને સ્વીકાર્યા નહિ એટલે ફરી ફેંકાઈ ગયા
કોંગ્રેસ સામે બાયો ચડાવીને બેઠેલા શંકર સિહ ચહેરો સિહનો રાખીને બેઠાં હતા પણ પ્રજાએ જાકારો આપ્યો એટલે સિહ માંથી શિયાળ થઇ કોંગ્રેસમાં ઘુસી ગયા પોતાના વાકચાતુર્યથી ભલભલાને આંજી દેનાર શંકર સિહ માંથી એવા શિયાળ થયાં કે કોંગ્રેસમાં બધાને ઘુટણીયે પડવું પડ્યું
કોંગ્રેસે આમ છતાં એમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા સેન્ટ્રલમાં મીનીસ્ટર બનાવ્યા પરંતુ પહેલેથી મેલી મથરાવટીને કારણે એમનાં પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા ૨૦૦૯માં ચુંટણી હારી ગયા પણ કોંગ્રેસમાં હજુ એમની આભા હતી એટલે કોંગ્રેસે ૨૦૧૨માં ધારાસભ્ય બનાવ્યાં પરંતુ અહી પણ એમની દાઢ સળકી અને મુખ્યમંત્રી થવા તાટીયા ખેચ્યા તો પણ કોંગ્રેસે એમણે વિપક્ષના નેતા બનાવ્યા છેવટે કોંગ્રેસ સામે તલવાર કાઢી …કાર્યકરોને કોરાણે મૂકી એમણે ફરી પાછુ જનવિકલ્પનું ગતકડું કાઢ્યું આ ગતકડું ચાલે એ પહેલાં ઘરમાં ફૂટ પડી વેવાઈ બળવંત સિહને વહેતા પાણીમાં તરતાં મૂકી રાજ્યસભામાં હરાવ્યા, ધારાસભ્યોને ભાજપમાં મોકલ્યાને નાનાં કાર્યકર્તાઓને ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડીને નીકળ્યા છે પરંતુ ઘરના લોકોને રસ્તે મૂકી દીધા છે.
શંકર સિહના નવા સોગઠાં વાંચો આવતીકાલે