2012ની વિધાનસભા ચૂંટણી અને 2014ની લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાના ખેલમાં ભાજપે બાજી મારી હતી, અા વખતે ભાજપનું સોશિયલ મીડિયા કેમ્પીયન જાણેકે સાવ નિરસ થયુ છે, કોંગ્રેસ અા વખતે સોશિયલ મીડિયા કેમ્પીયનમાં ભાજપને પાછળ રાખ્યું છે. સોશિયલ મીડિયા પર વિકાસની વાતો અને રાહુલ ગાંધીની મજાક ઉડાડ્યા પછી ભાજપ બેકફૂટ પર અાવી ગઈ છે. અા વખતે પાર્ટીનો પ્રચાર કરનાર અને સોશિયલ મીડિયા મુદે રણનીતિ બનાવનારા યુવાનોમાં હતાશા સ્પષ્ટ દેખાઈ રહી છે.
ગઈ ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેમ્પીયનના સહારે ભાજપે બાજી મારી હતી. સમગ્ર જગ્યાએ મોદી તરફી લહેર ફરી વળી હતી. ભાજપ તરફથી અા વખતે કોઈ રચનાત્મક કંટેન્ટની જગ્યાએ કોપી-પેસ્ટ અને ફોરવર્ડ મેસેજ જોવા મળે છે. ગઈ ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેમ્પીયનમાં ભાજપે વ્હોટ્સએપ, ફેસબૂક અને ટિ્વટરના માધ્યમથી 500થી વધુ ગ્રુપ બનાવવામાં અાવ્યા હતા જેમાં નવા નવા વિચારો, મેસેજ અને કાર્ટુન તૈયાર કરવામાં અાવતા હતા. આ વખતે અાવું કંઈ પણ જોઈ શકાતું નથી.
ગઈ ચૂંટણીમાં ભાતર રક્ષા મંચ, નરેન્દ્ર મોદી વિચાર મંચ, વંદેમાતરમ્ ગ્રુપ, હિંન્દુસેના, નમોસેના જેવા કેટલાય મંચ બનાવ્યા હતા. અા સિવાય સ્વદેશી જાગરણ મંચ, વિશ્વ હિંદુ પરિષદ, અને સંઘ સાથે જોડાયેલા તમામ સંગઠનો સક્રિય હતા.જ્યારે અા વખતે ભાજપના લોકો જ મીડિયા સેલ પર તમામ મેસેજ ફોરવર્ડ કરે છે. અેટલે જ અા વખતે બહુ ભુલો સામે અાવી રહી છે.પાર્ટીને ખુબજ બદનામી મળી રહી છે.
બીજી તરફ ભાજપ મીડિયા સેલે ગુજરાત ગૌરવ નામનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અા સિવાય થોડા બીજા નાના મોટા ગ્રુપ પણ છે.જેની કોઈ ખાસ અસર દેખાતી નથી.ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ અને પ્રવિણ તોગડિયા મોદીથી નારાજ છે અા કારણે પણ અા કેમ્પીયન ખાસ જોર નથી પકડી રહ્યું