ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ટિકિટને લઈને વિરોધ અને ખેંચતાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી હતી.
અા લિસ્ટમાં 34 ઉમેદવારોની જાહેરાત કરવામાં અાવી જેમા પૂર્વ મુખ્યમંત્રી અાનંદીબહેન પટેલનું નામ ન હતું, અાનંદીબહેન પટેલની ઘાટલોડિયા બેઠકની ફાળવણી ભૂપેન્દ્ર પટેલને કરવામાં અાવી. અત્યારે ચર્ચાનો વિષય એ જ છે કે ભાજપના સિટિંગ ધારાસભ્યો અને પૂર્વ મુખ્યમંત્રી અાનંદીબહેન પટેલનું પત્તુ કેમ કપાયું ?
ગુજરાતમાં પાટીદાર અનામત અાંદોલનથી સમગ્ર દેશમાં સન્નાટો ફેલાઈ ગયો છે. પાટીદારોના અનામત અાંદોલનમાં હિંસા ફાટી નિકળી હતી તે સમયે સત્તા પર અાનંદીબહેન પટેલ હતા, પાટીદાર અનામત અાંદોલનથી તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.
2001માં અાવેલા વિનાશકારક ભૂકંપ બાદ કેશુભાઈ પટેલે ખુરશી ખોઈ હતી. કેશુભાઈ પટેલે તબીયતનું બહાનું અાપી રાજીનામું ધરીદીધું હતું.કેશુભાઈ પટેલ પર સરકાર ચલાવવામાં નિષ્ફળ, સત્તાનો દુરપયોગ કરનાર તેમજ ભ્રષ્ટાચારના અાક્ષેપો લાગ્યા હતા. તેમની જગ્યાએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદ સોંપાયુ, 2002માં વિધાનસભા ચુંટણીમાં કેશુભાઈ પટેલને ટિકિટ ન મળી.
અાનંદીબહેન પટેલે અોગષ્ટ 2016માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું અાપ્યું, રાજીનામું અાપવા પાછળનું કારણ તેમની ઉંમર અાપવામાં અાવ્યું. 2017ની ચુંટણીમાંથી અાનંદીબહેન પટેલને રાજનીતિમાંથી જાણેકે અાઊટ કરી દીધા.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અાનંદીબહેન પટેલે ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી.પાર્ટીએ માહિતી અાપી હતી કે ઘાટલોડિયા બેઠક તો શું અાનંદીબહેન પટેલ 182 બેઠક પરથી ક્યાંય પણ ચુંટણી નહી લડે
અાનંદીબહેન પટેલને ટિકિટ ન મળી તેમાં તેમની પટેલ જ્ઞાતિ પણ માનવામાં અાવે છે.