ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થતા હવે સૌની નજર ‘કમલમ્’ પર સ્થિર થઇ છે. ભાજપની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે રપ ડિસેમ્બરે યોજાશે.
આગામી રપ ડિસેમ્બરને સોમવારના રોજ ખુબજ ધામધુમથી ભાજપ મોટા પાયે તૈયારી કરીને મુખ્યપ્રધાન સહિતના પ્રધાનોનાં નામની જાહેરાત કરશે.નવી સરકારમાં નીતન પટેલને મુખ્ય પ્રધાનપદે મોકો આપવામાં આવે એવી એક શક્યતા પ્રબળ છે તો બીજી કોઇ નવો ચહેરો મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવે તેવી પણ શકયતા છે.
કેબિનેટ કક્ષામાં સ્થાન પામે તેવા ચહેરાઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુ, વલ્લભ કાકડિયા, કૌશિક પટેલ, જયેશ રાદડિયા, ગણપત વસાવા, પ્રદીપસિંહ જાડેજા, પરસોત્તમ સોલંકી, દિલીપ ઠાકોર અને બાબુ બોખીરિયાનો સમાવેશ થઇ શકે છે.રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં પરબત પટેલ, પંકજ દેસાઇ, ઇશ્વરસિંહ પટેલ, ઇશ્વરસિંહ પરમાર, જેઠાભાઇ ભરવાડ, જયદ્રથસિંહ પરમાર, કેતન ઇનામદાર, કિશોર કાનાણી, દુષ્યંત પટેલ, ગોવિંદ પટેલ, વિભાવરીબહેન દવે, વાસણભાઇ આહીર, નીમાબહેન આચાર્ય અને સૌરભ પટેલનો સમાવેશ થાય તેવી શક્યતા છે.આગામી દિવસોમાં ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં આ બાબતે વિગતવાર ચર્ચા હાથ ધરાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.