ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સત્તા પર આરૂઢ ભાજપ અને કોંગ્રેસ તરફથી પ્રથમ ચરણના ઉમેદવારો જાહેર કરી દીધા છે આ વખતની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ છે કેમકે આ વખતે ભાજપ સામે કોંગ્રેસ ખુબ આક્રમક બની અને ફૂંકી ફૂંકી પગલાં ભરી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવો ભાજપ માટે એટલોજ સરળ નથી.પાટીદાર નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસ તરફ ઢળી ચુક્યા છે ત્યારે ભાજપ માટે ચિંતા થાય તે સ્વાભાવિક છે. અધૂરામાં પૂરું આ વખતે રાજીવ ગાંધી જે જુસ્સા અને પ્લાન સાથે ગુજરાતમાં એક પછી એક રેલી કરે છે ભાજપમાટે અત્યારે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું છે રાહુલનું હિન્દુત્વ વાદી વલણ. રાહુલના આ વખતના ગુજરાતના પ્રવાસમાં ખાસ ધાર્મિક સ્થળોની મુલાકાત રાખવામાં આવી હતી જેનાથી સરતાથી લોકો સુધી પહોંચી શકાય।
સપ્ટેમ્બરમાં રાહુલે દ્વારકાધીશના મંદિરમાં પૂજા અર્ચના કરી ચૂંટણી પ્રચારનું રણસીંગુ ફુક્યું હતું અત્યાર સુધી આ મંદિરોમાં ભજપનો દબદબો રહ્યો છે પરંતુ આ વખતે કોંગ્રેસ કોઈ કસર છોડવા ,માંગતું નથી.રાહુલનો આ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કોંગ્રેસને ફાયદો કરશે તેવું લાગી રહ્યું છે.