સમગ્ર દેશમાં કામ કરતી સ્ત્રીઓ પુરુષો કરતાં 20 ટકા ઓછો પગાર મેળવે છે.એવી દલીલ કરવામાં આવે છે કે કામના ક્ષેત્રમાં મહિલાઓ લાંબા સમય સુધી કામ કરી શકતી નથી અાથી તેને પગાર પણ ઓછો મળે છે.એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને કલાક દીઠ ઓછો પગાર હોય છે.
જ્યારે પુરુષો સરેરાશ 231 રૂપિયા પ્રતિ કલાકે કમાણી કરે છે, સ્ત્રીઓને માત્ર 184.80 રૂપિયા પગાર તરીકે મળે છે.જોબ પોર્ટલ મોન્સ્ટર.કોમ મારફતે સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે નોકરી કરવાના વધતા અનુભવ સાથે સ્ત્રીઓને ઓછો પગાર અને અોછી તક મળે છે.સર્વેક્ષણ મુજબ, 0-2 વર્ષના અનુભવવાળા પુરૂષો સ્ત્રીઓ કરતાં 7.8 ટકા વધુ પગાર મેળવે છે.6 થી 10 વર્ષ કામના અનુભવની વચ્ચેનો તફાવત 15.3 ટકા છે.11 વર્ષથી વધુ અનુભવો ધરાવતા પુરુષો 25 ટકા વધુ પગાર મેળવે છે.3 થી 5 વર્ષના અનુભવવાળી મહિલાઓને તેમના સમકક્ષો કરતાં ઓછો પગાર મળે છે.
આ સર્વેક્ષણમાં, સમગ્ર દેશમાં 5500 કામ કરતી સ્ત્રીઓ અને પુરુષોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.મહિલાઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં માત્ર 10 ટકા કંપનીઓમાં મહિલાઓને સમાન પગાર મળે છે.