દરેક મહિલાઓએ ડિસ્ચાર્જથી જોડાયેલી આ વાતો જાણવી ખૂબ જરૂરી છે. આપણે લોકો જાણીએ છીએ કે કેટલીક સ્થિતિઓમાં સફેદ પાણી સામાન્ય હોય છે અને કેટલીક સ્થિતિઓમાં તે તમારા ખરાબ સ્વાસ્થ્યના કારણે થઇ શકે છે. સામાન્ય રીતે છોકરીઓને વ્હાઇટ ડિસ્ચાર્જ (white discharge) તેમના પહેલા પિરીયડ્સ બાદ શરૂ થાય છે. તે બાદ તે દર મહિને પીરીયડ્સ (periods)પહેલા અને બાદ થાય તો સામાન્ય માનવામાં આવે છે. સફેદ પાણી પ્રાકૃતિક રીતે વજાઇનાને સાફ કરે છે. તે ઇન્ટરકોર્સ દરમિયાન ચિકાશ પ્રદાન કરે છે અને યૌન સંક્રમણ રોકવામાં પણ મદદ કરે છે.
સફેદ પાણી ઘટ્ટ કે પાતળું પણ હોય શકે છે. તેનો રંગ સફેદ હોય અને તેમા કોઇ પ્રકારની સ્મેલ આવી રહી નથી તો તે સામાન્ય છે. કેટલકી વખત હળવા પીળા રંગનું પણ હોય શકે છે. દરેક મહિલાઓ આ વાત જાણવી જરૂરી છે કે પીરિયડ્સના થોડાક દિવસ પહેલા થનારું વ્હાઇટ ડિસ્ચાર્જ કોશિકાઓ અને દ્વવથી ભરેલું હોય છે. તેનો રંગ પણ ક્યારેક હળવો પીળા થઇ શકે છે.
પરંતુ જો તેના કારણે તમને ખંજવાળ, બળતરા કે વજાઇનામાં કોઇ સમસ્યા થઇ રહી નથી ત્યાં સુધી તેને સામાન્ય માનવામાં આવે છે. સફેદ પાણી સ્મેલ ફ્રી અને પાતળું કે ઘટ્ટ પીરિયડ્સ આવવાના સંકેત પણ હોય છે. જો તે ક્રીમી સફેદ ડિસ્સાર્જ સામાન્ય રીતે વધારે આવવાનું શરૂ થઇ જાય તો તે આ વાતનો સંકેત આપે છે કે તમારા શરીરમાં ઓવલ્યુશન (Ovulation)થઇ રહ્યું છે.