જસદણ મોર્ડન સ્કૂલ ખાતે મત ગણના માટે 14 ટેબલ ઉપર ગણના ગોઠવાઈ છે. 165325નું મતદાન થયું હોવાથી મતગણના 20 રાઉન્ડ સુધી ચાલશે અને 11.30 કલાક સુધીમાં ટ્રેન્ડ આવવા લાગશે જ્યારે 12.30 સુધીમાં પરિણામ આવી જવાની શકયતા છે.
જસદણ પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે જસદણની પેટાચૂંટણીની જંગમાં કોણ જીતે એના ઉપર લોકોની મીટ મંડાણી છે. જોકે, કુંવરજી બાવરિયા અને અવસર નાકિયાના સમર્થકો મતગણતરી સેન્ટર ઉપર પહોંચી ગયા હતા. જ્યારે બંને નેતાઓ ઉપર સ્થળ ઉપર પહોંચ્યા હતા. અન્ય સમર્થક નેતાઓ પણ મતગણતરી મથકે પહોંચ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. મતગણતરી કેન્દ્ર પર બીજેપી-કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થઇ છે. અવસર નાકિયા અને ભરત બોઘરા વચ્ચે ચકમક થઇ છે. ભાજપ-કોંગ્રેસના જીતના દાવાને લઈને શાબ્દીક ટપાટપી થતા માહોલ ગરમ થયો છે.
મળતી માહિતી પ્રમાણે ભાજપના નેતા ભરત બોધરા અને કોંગ્રેસના નેતા અવસર નાકિયા આજે રવિવારે સવારે મતગણતરી મથકે પહોંચ્યા હતા. જોકે, કોઇકારણ સર ભરત ભોધરા અને અવસર નાકિયા આમને સામને આવી ગયા હતા. તેમજ શાબ્દીક ટપાટપી થતા માહોલ ગરમ થયો છે.