ઈન્ટરનેશનલ પુષ્કર મેળા ની સમાપ્તિ આજે રવિવારે 21 નવેમ્બરે થશે. ધાર્મિક મેળામાં કાર્તિક મહાસ્નાનની સાથે મેળાનું ઔપચારિક સમાપ્તિ શુક્રવારે થયું છે. મેળામાં લગભગ સાડાચાર હજાર પશુઓ લાવ્યામાં આવ્યા હતા અને લગભગ ચાર કરોડનો કારોબાર થયો છે. 8 નવેમ્બરથી શરૂ થયેલા આ મેળામાં કરોડો રૂપિયાના ઘોડા પણ હાજર રાખ્યા હતા. જોકે તેને વેચાણ માટે લાવવામાં આવ્યા નહોતા. તેને માત્ર બ્રીડિંગ માટે પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું.

મેળામાં 4 કરોડનો કારોબાર થવાનું જણાય છે. અહીં લાવવામાં આવેલો 7 કરોડનો ઘોડો આકર્ષણનું કેન્દ્ર રહ્યો. 24 લાખ રૂપિયાની ભેંસ ભીમે પણ લોકોનું ધ્યાન દોર્યું હતું.પુષ્કર મેળામાં દેશ – વિદેશ થી સહેલાણીઓ દર વર્ષે આવે છે. આ વર્ષે પણ સહેલાણીઓ ઉમટ્યા હતા તેમજ પશુપ્રેમીઓ પણ ઉમટ્યા હતા.
ડ્રોનથી વીડિયો પણ લેવામાં આવ્યું હતું. નગારા વગાડીને ધાર્મિક મેળાની શરૂઆત કરવામાં આવી હતી . પુષ્કરરાજમાં સાધુ સંતોએ સ્નાન કર્યું અને દીપ આરતી કરીને ધન્યતા અનુભવ્યા હતા. મેળામાં લોકોએ હિંચકાનો આનંદ લીધો. બ્રહ્મા અને સાવિત્રી ની પણ શોભા યાત્રા નીકળી હતી. મેળામાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ મેળા નો ખૂબજ ઉત્સાહથી આનંદ માન્યો હતો. પુષ્કર મેળામાં કેમલ સફારીનો આનંદ લેતા સહેલાણીઓ જોવા મળ્યા.