યમાહા આગામી મહિને દિલ્હીમાં યોજાનાર ઓટો એક્સ્પોમાં તેનું સ્પોર્ટ્સ બાઈક YZF R15 લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ બાઇકને 5 હજાર રૂપિયા ટોકન પર બુક કરવામાં આવશે.
કંપનીના નવા YZF R15 ભારતમાં R15 V2ને રિપ્લેસ કરશે અને તેની કિંમત પણ લગભગ સમાન જ રહેવાની આશા છે.એન્જિનની વાત કરીએ તો નવા YZF R15માં 155.1 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જિન હશે જે ફ્યૂલ ઇંજેક્ટેડ ટેક્નોલોજી સાથે જોડાયેલ છે.આ એન્જિનને પાવર મળે છે 19bhp અને તેનો મહત્તમ ટાર્ક 14.7Nm હશે.બાઇકમાં 6 સ્પીડ ટ્રાન્સમિશન મળશે.
યામાહા YZF R15 કિંમતના આધારે મુકાબલો Bajaj Pulsar R S 200 થશે.Pulsar R S 200 ની કિંમત 1,20,425 થી 1,40,977 રૂપિયા છે.