Yamaha મોટર પ્રાઇવેટ લિમિટેડે મંગળવારથી ભારતમાં YZF-R1નું 2018 મોડેલ લોન્ચ કર્યુ છે. આ મોડેલની કિંમત 20.73 લાખ રુપિયા રાખવામાં આવી છે Yamahaની અા બાઈકમાં નવી કલર સ્કિમ (બ્લેક અને બ્લુ) ઉપરાંત અપડેટ ક્વિક શિફ્ટ સિસ્ટમ (QSS) છે. સાથે સાથે લિફ્ટ કંટ્રોલ સિસ્ટમ (LIF) અપડેટ થયેલ છે.
જોકે નવી Yamaha YZF-R1 માં એન્જિન અાગળના મોડેલની જેવુજ રાખવામાં આવ્યું છે. 998CC, લિક્વિડ ક્યુલ્ડ, ઇન લાઇન ફોર એન્જિન છે. જે 13,500rpm પર 200PS પાવર અને 11,500rpm પર 112.4Nm ની પિક ટોર્ક જનરેટ કરશે. YZF-R1 નું નવું મોડેલ MotoGP કોન્સેપ્ટ પર બેસ્ડ રેસીંગ સર્કિટનું ફ્લેગશીપ મોડેલ છે.
ભારતીય માર્કેટમાં Yamaha YZF-R1નો મુકાબલો Honda CBR1000RR (Fireblade), Kawasaki Ninja ZX-10R અને Suzuki GSX-R1000 સાથે થશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.