Karnataka માં છેલ્લા ૩૨ કલાકથી સરકાર રચનાનો ચાલી રહેલો હાઈ વોલ્ટેજ ડ્રામાનો ભાજપની સરકારની રચના સાથે અંત આવ્યો છે. યેદુરપ્પાને સરકાર રચનાનું આમંત્રણ આપ્યા બાદ આજે સવારે ૯ વાગે રાજયપાલ વજુભાઈ વાળા સીએમ પદ શપથ લેવડાવ્યા હતા. જો કે સરકાર રચના માટે જેડીએસ અને કોંગ્રેસે પણ વધારે ધારાસભ્યો હોવાના લીધે દાવો કર્યો હતો. આ માટે જેડીએસ અને કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરી હતી. સુપ્રિમ કોર્ટે આ અંગે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે યેદુરપ્પાની શપથવિધિ રોકવા માટે રાત્રે જ સુપ્રિમ કોર્ટમાં આ અંગે અરજી કરી દીધી છે. તેમજ અદાલતે રાત્રે બે થી પાંચ વાગે સુધી આ કેસની સુનવણી પણ કરી હતી. પરંતુ કોંગ્રેસ રાજયપાલે ભાજપને સરકાર રચના માટે આપેલું આમંત્રણ અને ધારાસભ્યોની સહીવાળા પત્ર કોર્ટમાં હાજર કરી શકી ન હતી જેના પગલે અદાલત હવે આ કેસની વધુ સુનવણી આજે સવારે ૧૦. ૩૦ વાગે કરશે. ઉલ્લેખનીય છે કે, Karnataka માં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતા સરકાર રચનાને લઈને મામલો ગૂંચવાયો હતો. જેમાં ભાજપ પાસે ૧૦૪ બેઠક હોવાથી તેમણે સરકાર રચનાનો દાવો કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપતા કોંગ્રેસ- જેડીએસના ૧૧૭ ધારાસભ્યો થતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેના પગલે બુધવાર સાંજે કોંગ્રેસ અને જેડીએસ તેના તમામ ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યો હતા. જેને લઈને કર્ણાટક રાજભવન ખાતે ધારાસભ્યોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. જેડીએસ કાર્યકરોએ રાજભવન બહાર નારેબાજી પણ કરી હતી. Karnataka માં વિધાનસભા ચુંટણીમાં એક પણ પક્ષને બહુમત નહીં મળતા હવે સરકાર રચનાને મુદ્દે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા મંગળવાર સાંજથી શરૂ થઈ ચુક્યો છે. કર્ણાટકની ૨૨૨ બેઠકના પરિણામ સામે આવ્યા છે જેમાં ભાજપ ૧૦૪ બેઠક સાથે વધુ બેઠક મેળવનારો પક્ષ બન્યો છે. જયારે તે સ્પષ્ટ બહુમતીથી ૮ બેઠક દુર છે. જયારે કોંગ્રેસ પાસે ૭૮ બેઠક અને જેડીએસ પાસે ૩૮ બેઠક છે. જેના પગલે કોંગ્રેસે કાલે જ જેડીએસને સરકાર રચના માટે સમર્થન જાહેર કરીને ભાજપને સરકાર રચનાના દાવા પર પાણી ફેરવી દીધું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.