ગુજરાત વિધાનસભાની ચુંટણી નીમિતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક ગણાતા યોગી અાદિત્યનાથ ગુજરાતની મુલાકાતે છે.પોરબંદરની મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળે કિર્તી મંદિરની મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથે કિર્તી મંદિરમાં ગાંધીજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોરબંદરની મુલાકાત લઈને તેમજ ગાંધીજીના દર્શન કર્યા વિના પરત ફરીએ તો પોરબંદરની મુલાકાત અધુરી ગણાય.
યોગી અાદિત્યનાથે અા પહેલા સુરતમાં ભાજપનો પ્રચાર કરી સભાઓ ગજાવી ચુક્યા છે. પોરબંદરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી અાદિત્યનાથે જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસ મુક્ત થશે તો ભારત પણ કોંગ્રેસ મુક્ત થશે. ગુજરાતના લોકોએ રાહુલને મંદિર જતા કરી દીધા.