તમને પિઝા ખૂબ જ પસંદ હોય તો તમે ઘરે પણ પિઝાના રોટલા બનાવીને ક્રિસ્પી તથા ટેસ્ટી પિઝાનો સ્વાદ માણી શકો છો. ઘરે પિઝા બનાવવાની રીત સાવ સરળ છે. વળી આ માટે તમારે ઓવનની જરૂર નથી. તમે તવા પર પણ આસાન રીતથી પિઝાના રોટલા બનાવી શકો છો.
1 કપ મેંદોઅડધી ચમચી બેકિંગ સોડાપા ચમચી બેકિંગ પાવડરઅડધો કપ દહીં1 કપ તેલ1 વાટકી નમક
એક ઊંડી કડાઈમાં મીઠુ નાંખી ફેલાવી દો. જાળી વાળુ સ્ટેન્ડ રાખો અને તેને ઢાંકીને ગરમ થવા દો. આ રીતે પિઝાના રોટલાને શેકતા પહેલા કડાઈને પ્રિહીટ કરી દો. શેકાયેલા નમકને તમારે ફેંકવાની જરૂર નથી. તમે તેનો બીજીવાર પણ યુઝ કરી શકો છો.
એક બાઉલ કે વાસણમાં દહી, નાની ચમચી નમક, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને તેલ નાંખી સોફ્ટ લોટ બાંધો. ખાસ ધ્યાન રાખો કે લોટ કડક નહિ પણ સોફ્ટ હોય.
મેંદાના લોટના લૂઆ પાડીને તેના પર સૂકા મેંદાનું અટામણ લઈને તેને વણી લો. રોટલો બહુ પતલો વણવાને બદલે તેને જાડો જ રાખો. ત્યાર પછી કાંટાથી નાના નાના કાણા પાડી દો જેથી તે ફૂલે નહિં.
હવે તમે જે વાસણમાં રોટલો બેક કરવા મૂકવા માંગતા હોવ તેમાં તેલ લગાવી ચીકણું કરી લો. થોડો મેંદો તેના બેસ પર છાંટી દો. આ વાસણને કડાઈમાં મૂકેલી જાળી પર મૂકી દો અને કડાઈ ઢાંકીને લગભગ 10 મિનિટ તેને બેક થવા દો. આટલા સમય પછી ગેસ બંધ કરી દો અને બેઝને પલટીને એક પ્લેટમાં રાખી દો. તૈયાર છે હોમ મેડ પિઝાનો રોટલો.