મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં DNA ઉપચાર કારગત નીવડ્યો

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો

અમદાવાદ, 4 સપ્ટેમ્બર 2025
10 વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર શક્ય હોવાનું સંશોધન જૂનાગઢના વૈદ્ય દ્વારા કરીને રોગ નાબુદી સુધી તેઓ પહોંચી શક્યા છે. અનેક કેન્સરના દર્દીઓને તેઓ સફળ સારવાર આપી ચૂક્યા છે. આયુર્વેદમાં અસાધ્ય બીમારીનો ઉપચાર શક્ય છે, તે વાત તેઓ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. અનેક દર્દીઓ પર તેની દવા સફળ થઈ રહી છે.

આવા એક દર્દી જામનગરના લતીપુર ગામના વલ્લભભાઈ તરપડાએ લેબોરેટરી ટેસ્ટમાં મોંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. વલ્લભભાઈ તરપડા કેન્સરના નિષ્ણાંત ડોક્ટર પાસે જઈ આવ્યા હતા. સીટી સ્કેન અને બાયોપ્સીમાં મોઢામાં જમણી બાજુ ગળાના ભાગ સુધી કેન્સર ફેલાયેલું જણાયું હતું. જેથી ડોક્ટરએ ઓપરેશન તેમજ કીમો થેરાપી સારવાર કરવાનું કહ્યું હતું.

વલ્લભભાઈને ઓપરેશન કરવાની ઈચ્છા ન હતી. તેથી ભૂતકાળમાં કેન્સર થયા હોય તેવા રાજકોટના દર્દી કમલેશભાઈની સારવાર અને કેન્સરમાં રાહત જોઈને આયુર્વેદિક ડોક્ટર ધવલભાઈ સંઘવીને જૂનાગઢમાં કેન્સરના ઉપચાર માટે વૈદ્ય આયુર્વેદિક ડોક્ટર ધવલભાઈ સંઘવીને બતાવીને આયુર્વેદિક દવા લેવાનું નક્કી કર્યું.

WhatsApp Image 2025 09 04 at 11.03.35 AM 1.jpeg

ડોક્ટરે આયુર્વેદિક દવાની સાથે કેમોથેરાપીની સારવાર ચાલુ રાખવા સલાહ આપી. આ પ્રકારે સારવાર લેતા પ્રથમ મહિને જ થોડી રાહત દેખાઈ ત્યાર બાદ ત્રણ મહિના પછીના રિપોર્ટમાં કેન્સર નાબૂદ થયેલું હોય તેવો રિપોર્ટ આવ્યો હતો.

વલ્લભભાઈએ જણાવ્યું કે, ડોક્ટર ધવલભાઈએ સારવાર કરી મને એકદમ સામાન્ય માણસની જેમ જીવતો કરી દીધો છે.

આ અંગે ડોક્ટર ધવલભાઈને પૂછતા જણાવ્યું હતું કે હું છેલ્લા પંદર વર્ષથી આયુર્વેદિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસની સાથે સાથે રિસર્ચમાં પણ સારો એવો સમય આપું છું.

ડોક્ટર ધવલભાઈ સંઘવી જે છેલ્લા દસ કરતા વધુ વર્ષથી ડીએનએ પર રિસર્ચ કરી કેન્સરના જટિલ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જેના બહુ જ સારા પરિણામ જોવા મળી રહ્યા છે.

WhatsApp Image 2025 09 04 at 11.03.35 AM.jpeg

વિનસ ફાર્મસીમાં જુદા જુદા રોગ મુજબ અને દર્દીની તાસીર સમજી દવાના કન્ટેન્ટ તૈયાર કરી પછી ગોળી ઉકાળા કે સીરપ સ્વરૂપમાં દર્દીને આપે છે. કેન્સર, સોરાયસિસ, ઓટો ઇમ્યૂન બીમારી, વા, સાયટીકા પથરી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મગજના કોષ સુકાવા અને બાળકોની માનસિક વિકલાંગતા અંગેની સારવારમાં સારા પરિણામો મળ્યા હોવાનું ડોક્ટર ધવલભાઇ એ જણાવ્યું હતું. (M) 9328554343 ઇમેઇલ: [email protected]

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.