ચાણક્ય નીતિ: જો નજીકના સંબંધીમાં પણ હોય આ ગુણ, તો તેને પૈસા ન આપો ઉધાર, બરબાદીથી બચવા માટે જાણી લો ચાણક્યની સલાહ
આજે અમે તમને એવા કેટલાક લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને તમારે ભૂલથી પણ તમારી મહેનતની કમાણી ઉધારમાં ન આપવી જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે જો આ લોકો તમારા ખૂબ જ નજીકના સગા પણ હોય, તો પણ તમારે તેમની સાથે પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ.
જો આચાર્ય ચાણક્ય વિશે વાત કરીએ તો, તેઓ તેમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષ તરીકે ઓળખાતા હતા. તેમના જીવનકાળ દરમિયાન, તેમણે માનવજાતની ભલાઈ માટે ઘણા નિયમો બનાવ્યા હતા જે આજના સમયમાં પણ મનુષ્યને સાચો રસ્તો બતાવવામાં અને મુસીબતોથી બચાવવામાં મદદ કરે છે.
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કેટલાક એવા લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે કે જેઓ ભલે તમારા ગમે તેટલા નજીકના કેમ ન હોય, તમારે તેમને પૈસા ઉધાર આપવાથી કોઈ પણ ભોગે બચવું જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે આ લોકો સાથે પૈસાની વાત આવે ત્યારે તમારે દરેક સમયે સાવધ રહેવું જોઈએ. જો તમે આ લોકોને પૈસા ઉધાર આપતી વખતે સાવચેત નહીં રહો તો તમારે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે.
1. જેઓ હંમેશા અસંતુષ્ટ રહે છે
આચાર્ય ચાણક્યના મતે, તમારે ક્યારેય પણ એવા કોઈ માણસને પૈસા ઉધારમાં ન આપવા જોઈએ જે સંતુષ્ટ ન હોય. આવા લોકોને તમે ગમે તેટલા પૈસા આપી દો કે તેમના માટે કંઈ પણ કરી લો, તેમને સંતોષ મળી શકતો નથી. આ એક મુખ્ય કારણ છે કે તમારે તેમને પૈસા ઉધાર આપવાથી કોઈ પણ ભોગે બચવું જોઈએ.
2. ખોટું કામ કરનારા લોકોને
આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારી પાસે કોઈ એવો માણસ ઉધાર માંગી રહ્યો છે જેના ચરિત્ર પર ડાઘ લાગ્યો હોય, અથવા જે હંમેશા ખોટા કે ગેરકાયદેસર કામોમાં વ્યસ્ત રહેતો હોય, તો તમારે ભૂલથી પણ તેને પૈસા ઉધારમાં ન આપવા જોઈએ. આવા લોકો તમને ક્યારેય પણ ધોખો આપી શકે છે.
3. નશો કરનારાઓને પૈસા ન આપો ઉધાર
ચાણક્ય નીતિમાં એવા લોકોને પૈસા ઉધાર આપવાની ના પાડવામાં આવી છે જેઓ હંમેશા નશામાં ડૂબેલા રહેતા હોય કે જેમને નશો કરવાની ખરાબ આદત હોય. જ્યારે તમે આવા લોકોને પૈસા ઉધારીમાં આપો છો, તો તેઓ તમારા પૈસા ડુબાડી દે છે.
4. જેમને ફિઝૂલખર્ચીની આદત હોય
આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકોને ફિઝૂલખર્ચી (બિનજરૂરી ખર્ચ)ની આદત હોય છે, તેમની પાસે જીવનમાં ક્યારેય પૈસા ટકતા નથી. જો તમે આ લોકોને પૈસા ઉધાર આપો છો, તો આ લોકો તમારા પૈસા નકામી વસ્તુઓમાં જ વેડફી નાખે છે.
5. મૂર્ખને પૈસા ઉછીના ન આપો
ચાણક્ય નીતિ અનુસાર, તમારે એક મૂર્ખ વ્યક્તિને ક્યારેય પણ પૈસા ઉધારમાં ન આપવા જોઈએ. આવા લોકો બિન-જવાબદાર હોય છે અને જ્યારે તમે તેમને પૈસા આપો છો, ત્યારે તેઓ તેની કિંમત સમજતા નથી. ઘણીવાર આ લોકો તમારી મહેનતની કમાણીને પાણીની જેમ ફિઝૂલમાં વહાવી દે છે.