ટ્રમ્પ સરકારને અમેરિકી કોર્ટનો મોટો ઝટકો, ટેક્સપેયર્સના પૈસાથી નહીં ચાલે રાજકીય જાહેરાતો!

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

20 મિલિયન ડોલરનો વિવાદ! જાણો કેમ કોર્ટે ટ્રમ્પની જાહેરાતો પર મૂકવો પડ્યો પ્રતિબંધ

રાજનીતિ અને સરકારી ફંડના ઉપયોગને લઈને અમેરિકામાં એક મોટો કાનૂની વિવાદ શરૂ થઈ ગયો છે. એક અમેરિકી અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ઝટકો આપતા આદેશ કર્યો છે કે જનતાના પૈસા (ટેક્સપેયર્સના ફંડ)થી બનાવવામાં આવેલી રાજકીય જાહેરાતોને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. અદાલતનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સરકારી જાહેરાતોમાં રાજકીય પ્રચારના ઉપયોગને લઈને તીખી ચર્ચા ચાલી રહી છે.

Donald Trump

શું છે આખો મામલો?

અમેરિકાની એક અદાલતે રવિવારે ટ્રમ્પ વહીવટીતંત્રને આદેશ આપ્યો કે રાષ્ટ્રપતિના રાજકીય સંદેશાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રસારિત કરવામાં આવી રહેલી ટીવી જાહેરાતો પર ત્વરિત પ્રતિબંધ મૂકવામાં આવે. ન્યૂયોર્કની અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ જેનિફર એલ. રોચોને (Jennifer L. Rochon) આ મામલે એક કામચલાઉ રોક (Temporary Restraining Order)નો આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત વહીવટીતંત્રને તે તમામ જાહેરાતો રદ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેના પર વિવાદ ઊભો થયો છે.

અદાલતના આ આદેશ મુજબ, આગામી બે સપ્તાહ દરમિયાન વહીવટીતંત્ર આ જાહેરાતોને ન તો તૈયાર કરશે, કે ન તો તેને પ્રસારિત કરવા, લગાવવા કે ફેલાવવાની સાથે જોડાયેલા કોઈ નવા કરારમાં સામેલ થશે. એટલું જ નહીં, ચાલી રહેલા કરારોને લંબાવવા કે રિન્યુ કરવા પર પણ સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે.

કેમ થઈ અદાલતી કાર્યવાહી?

આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ‘કોમન કોઝ’ (Common Cause) નામની એક બિન-પક્ષકાર સંસ્થાએ આ જાહેરાતો સામે કાનૂની પગલાં લીધાં. આ સંસ્થાએ અદાલતમાં દલીલ કરી હતી કે જાહેરાતો પાછળ જનતાની પરસેવાની કમાણી એટલે કે ટેક્સપેયર્સના પૈસાનો ખુલ્લેઆમ ગેરકાયદેસર અને રાજકીય હેતુઓ માટેુરઉપયોગ થઈ રહ્યો છે.

Donald Trump

બીજી બાજુ, ન્યાય વિભાગે શનિવારે મોડેથી અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે કામચલાઉ રોક લગાવવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે વિવાદિત ગતિવિધિઓ એમ પણ ટૂંક સમયમાં પૂરી થવાની છે. પરંતુ જજે મામલાની ગંભીરતાને જોતાં રોક લગાવવાનો આદેશ આપ્યો.

ઇમિગ્રેશન ફંડનો ઉપયોગ અને વ્હાઇટ હાઉસનો બચાવ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે આ જાહેરાતો માટે ટેક્સપેયર્સના ફંડમાંથી અંદાજે 20 મિલિયન ડોલર (લગભગ 2 કરોડ ડોલર)ની માતબર રકમ ફાળવી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ પૈસા તે 175 મિલિયન ડોલરના પેકેજનો ભાગ હતા, જેને કોંગ્રેસે ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન એજન્ડાને લાગુ કરવા માટે મંજૂર કર્યા હતા.

જ્યારે બીજી તરફ, વ્હાઇટ હાઉસએ આ જાહેરાતોનો બચાવ કરતા તેને ‘જન-સેવા સંદેશ’ (Public Service Announcements) ગણાવ્યા છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે સરકારી નીતિઓ જનતા સુધી પહોંચાડવા માટે અગાઉની સરકારોએ પણ આ પ્રકારના સંદેશાઓનો ઉપયોગ કર્યો છે.

છતાં, નિષ્ણાતોનું માનવું છે કે હાલની જાહેરાતો અગાઉની પરંપરાગત જન-સેવા જાહેરાતો કરતા ઘણી અલગ છે. આનો હેતુ સામાન્ય જનતાને કોઈ સરકારી યોજનાનો લાભ લેવામાં મદદ કરવાનો નથી, પરંતુ રાજકીય છબી ચમકાવવાનો જણાય છે. આમાંથી એક જાહેરાત તો હૂબહૂ તેવી જ છે, જે ટ્રમ્પે તેમના 2024ના રાષ્ટ્રપતિ પદના ચૂંટણી પ્રચાર દરમિયાન ચલાવી હતી. હાલ અદાલતના આ આદેશ બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે અને એ જોવું રસપ્રદ રહેશે કે વહીવટીતંત્ર હવે આના પર શું વલણ અપનાવે છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.