પરમ સુપરકોમ્પ્યુટરના જનક ડો. વિજય ભાટકરનો વિશ્વાસ: ભારત હાર્ડવેર નિકાસમાં પણ કરશે વિશ્વમાં નામ રોશન

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

પરમ સુપર કોમ્પ્યુટરના જનક ડો. વિજય ભાટકરનો વિશ્વાસઃ  ભારત બનશે હાર્ડવેર નિકાસમાં આગવું હબ

ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક અને પદ્મ વિભૂષણથી સન્માનિત ડો. વિજય ભાટકરે જણાવ્યું છે કે નિકટના ભવિષ્યમાં ભારત માત્ર કોમ્પ્યુટર સોફ્ટવેર નહીં, પણ કોમ્પ્યુટર હાર્ડવેરના નિકાસ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે. તેઓ હાલ નાલંદા યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે અને તેઓએ તાજેતરમાં પોતાનું અભ્યાસસ્થળ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની મુલાકાત લીધી હતી.

વિશિષ્ટ મુલાકાત દરમિયાન તેમણે યુનિવર્સિટીના કેમ્પસમાં પોતાના યુવાનીના દિવસોની યાદો તાજી કરી. આ સાથે તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે ઇજનેરી વિદ્યાર્થીઓને ઉદ્દબોધન આપ્યું હતું.

ડૉ. ભાટકરે જણાવ્યું કે, ભારત હવે માત્ર સોફ્ટવેર વિદેશમાં નિકાસ કરતો દેશ નહીં રહે

પણ કોમ્પ્યુટર ચિપ્સ અને અન્ય હાર્ડવેરના ઉત્પાદનમાં પણ આગવું સ્થાન મેળવે તેમ છે. આજે દેશમાં ઘણા ખાનગી ઉત્પાદક હાર્ડવેર ક્ષેત્રે પગદંડી બનાવી રહ્યા છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ચિપ ફેબ્રિકેશન યુનિટ્સ ઉભી થવા લાગી છે, જેનો લાભ દેશના ટેક્નોલોજીકલ ભાવિ વિકાસમાં મળશે.

Dr. Bhatkar 0.jpg

તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારતમાં માત્ર ભેલ અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેવી થોડીખી કંપનીઓ હાર્ડવેર ક્ષેત્રે કાર્યરત હતી. પરંતુ આજે ખાનગી ક્ષેત્રે પણ અનેક જૂની મર્યાદાઓ તોડી પડતી ટેક કંપનીઓ ઉભી થઇ રહી છે.

ડૉ. ભાટકરનું માનવું છે કે, ભારતમાં સોફ્ટવેર ક્ષેત્રે ભારતીય ઈજનેરોનું યોગદાન અજોડ છે. આજે અનેક આંતરરાષ્ટ્રીય સોફ્ટવેર, ટેક્નોલોજી અને એઆઈ સિસ્ટમ ભારતીય માળખા અને મનસૂજથી ચાલે છે. ભારતમાં ઉદ્ભવતી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી નવી ટેક્નોલોજીઓમાં પણ દેશ અગ્રગણ્ય બનશે.

Dr. Bhatkar 01.jpg

અંતે તેમણે ઉમેર્યું કે ભારતીય વિદ્યાર્થીઓ પાસે પ્રતિભા છે

અને તેઓ સંશોધનમાં સક્રિયભૂમિકા ભજવી શકે છે. સરકારી સહાય અને સંસ્થા સ્તરે મળતું સહયોગ જો ચાલુ રહે તો ભારત નક્કી હાર્ડવેર ઉત્પાદન ક્ષેત્રે પણ વિશ્વમાં આગવી ઓળખ બનાવી શકશે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.