બ્રાન્ડ પ્રમોશન કે છેતરપિંડી? ટેક પ્લેટફોર્મ પર ઊઠ્યા સવાલ
ભારતમાં અનધિકૃત ઓનલાઈન સટ્ટાની પ્રવૃત્તિઓએ ગંભીર રુપ ધારણ કર્યું છે. અર્થતંત્ર સંબંધિત ગુનાઓની તપાસ એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ Google અને Meta ને ફરીથી સમન્સ મોકલ્યું છે અને 28 જુલાઈ, 2025 ના રોજ હાજર થવા કહ્યું છે.
આ પહેલાં તેઓએ કાયદાકીય દસ્તાવેજોની અછત બતાવી હાજરી ટાળી હતી. હવે તેમને જરૂરી દસ્તાવેજો સાથે ફરજિયાત હાજર થવાનું કહી દેવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પરથી લાખો યુવાઓ સટ્ટાની લતમાં
સૂત્રોના મતે, ગૂગલ અને મેટાના પ્લેટફોર્મ્સ પરથી ફેક બ્રાન્ડ પ્રોમોશન અને સટ્ટાની જાહેરાતો ચાલી રહી હતી. એ એપ્લિકેશન્સ એટલી નુકસાનદાયક હતી કે અનેક યુવાઓ, વિદ્યાર્થીઓ અને બેરોજગાર લોકો નશાની જેમ સટ્ટાની લતમાં ફસાઈ ગયા છે.
આંકડા શું કહે છે?
- ભારતમાં 22 કરોડ લોકો આવા એપ્સ સાથે જોડાયેલા છે.
- તેમાથી 11 કરોડ લોકો રોજ ઉપયોગ કરે છે.
- 2025ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.6 અબજ વિઝિટ નોંધાઈ.
- ભારતીય ઓનલાઈન સટ્ટાબજારનો આકાર હવે $100 અબજ થઇ ગયો છે.
- સરકારને દર વર્ષે અંદાજે ₹27,000 કરોડનો ટેક્સ નુકસાન થાય છે.
ફિલ્મી સ્ટાર્સ અને મૂલ્યવિહીન બ્રાન્ડિંગ
તપાસમાં સામે આવ્યું છે કે ટોલીવુડના અનેક સ્ટાર્સ આવા એપ્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા. સામાજિક જવાબદારીની જગ્યાએ પૈસાને પ્રાથમિક આપવામાં આવ્યું.
સટ્ટાની લત — એક મૌન સંક્રમણ
WHO અનુસાર, આ લત માનસિક બીમારીનું સ્વરૂપ છે. ભારતમાં અત્યાર સુધી હજારો લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. તેલંગાણાની એક પિટિશન મુજબ ત્યાં જ 1,023 મોત આવી લતના કારણે થયા છે.
શું હવે ટેક કંપનીઓને જવાબદાર ઠેરવાશે?
અત્યારે સવાલ છે — શું ગૂગલ અને મેટા હવે ભારતીય કાયદાની અમલવારીમાં સહભાગી બનશે? કે પછી લાલચના લીધે સમાજને જોખમમાં મૂકતા રહેશે?