NTA ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે અને ભરતી પરીક્ષાઓ નહીં
NTA(નેશનલ ટેસ્ટિંગ એજન્સી) 2025 થી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે અને ભરતી પરીક્ષાઓ નહીં, એમ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે સંસદમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર એડેપ્ટિવ ટેસ્ટ, ટેક-આધારિત પ્રવેશ પરીક્ષાઓ તરફ આગળ વધવાનું વિચારી રહી છે. વધુમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની 2025 માં પુનઃરચના કરવામાં આવશે, 10 નવી પોસ્ટ્સ બનાવવામાં આવી રહી છે, પ્રધાને પરીક્ષા સુધારાઓ શેર કરતા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલય સાથે NEET-UG પેન-પેપર મોડમાં કરાવવું કે ઓનલાઈન તે અંગે વાતચીત ચાલી રહી છે.
NEET UG પેપર લીક થયા બાદ આ ઘોષણાઓ કરવામાં આવી છે. તત્કાલીન NTA ચીફ સુબોધ કુમાર સિંહની બદલી કરવામાં આવી હતી.
જુલાઈમાં, સુપ્રીમ કોર્ટે NEET UG 2024ની પરીક્ષાને રદ કરવાની અને પુનઃપરીક્ષાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.