US Work Permit Rules: યુ.એસ. વર્ક પરમિટ નિયમોમાં બદલાવની માંગ: H-1B વિઝા ધારકોના જીવનસાથી સહિત આ લોકોને થશે અસર
સાંસદોના દાવા: બાઈડેન સરકારના 540 દિવસના વર્ક પરમિટ_EXTENSIONને નકારી કાઢવાનો પ્રયાસ
સ્કોટ અને કેનેડીનો દાવો: બાઈડેનની નીતિઓએ અમેરિકાની બોર્ડર સુરક્ષા નબળી કરી
US Work Permit Rules : અમેરિકામાં ઈમિગ્રેશન નિયમોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના બે અગ્રણી સાંસદોએ ભૂતપૂર્વ સરકારના એક નિયમને ઉથલાવી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાંસદો જ્હોન કેનેડી અને રિક સ્કોટ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનની સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્ક પરમિટના નિયમમાં ફેરફાર કરવા માંગે છે. આ નિયમ દ્વારા, એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) 180 દિવસથી વધીને 540 દિવસ થાય છે, એટલે કે આટલા દિવસો માટે વર્ક પરમિટ આપોઆપ રિન્યુ થઈ જાય છે.
EAD એ એક દસ્તાવેજ છે જે વ્યક્તિને યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે. બિડેન સરકારના આ નિયમને 13 જાન્યુઆરીએ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ નિયમ ઘણા લોકોને ફાયદો પહોંચાડતો હતો, જેમાં ઇમિગ્રન્ટ્સ, શરણાર્થીઓ, ગ્રીન કાર્ડ ધારકો અને H-1B વિઝા ધારકોના જીવનસાથીનો સમાવેશ થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો હતા. આ નિયમથી વર્ક પરમિટ આપોઆપ દોઢ વર્ષ માટે લંબાય છે. ગુરુવારે રજૂ કરાયેલા ઠરાવમાં કૉંગ્રેસનલ રિવ્યુ એક્ટ (CRA) હેઠળ નવા નિયમને નકારી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમેરિકી સાંસદોએ બાઈડેન સરકારના નિયમોની ટીકા કરી
સાંસદ કેનેડી અને સ્કોટનો તર્ક છે કે આ એક્સટેન્શન અમેરિકન ઇમિગ્રેશન અમલ માટે હાનિકારક છે. સાંસદ કેનેડીએ જણાવ્યું કે બાઈડેન સરકારે બનાવેલા ખતરનાક નિયમથી પ્રવાસીઓના વર્ક પરમિટને ઓટોમેટિક 540 દિવસ માટે લંબાવી દીધો. આ પ્રવાસીઓને અમેરિકન અધિકારીઓને રિપોર્ટ કરવાથી બચવા માટે વધુ સમય આપે છે, જે ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન કાયદાઓને અમલમાં મૂકવામાં અને અમેરિકન નાગરિકોને સુરક્ષિત રાખવામાં અડચણ ઊભી કરે છે.
સાંસદ સ્કોટે એક અન્ય નિવેદનમાં બાઈડેન સરકારની ઇમિગ્રેશન નીતિઓની ટીકા કરી. તેમણે દાવો કર્યો કે આ નીતિઓને કારણે અમેરિકાના બોર્ડરની સુરક્ષા નબળી પડી છે.
સ્કોટે કહ્યું, છેલ્લી ઘડીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બાઈડેને એક હાસ્યાસ્પદ નિયમ પસાર કર્યો, જેનાથી ગેરકાયદેસર પ્રવાસીઓને કોઈ અધિકૃતતા વિના એક વર્ષથી વધુ સમય સુધી અમેરિકામાં નોકરી કરવાની મંજૂરી મળી. આ મૂર્ખામી છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના જનાદેશને તેમજ બોર્ડરને સુરક્ષિત બનાવવાના અને અમેરિકન હિતોને પ્રથમ સ્થાન આપવાના પ્રયાસોને નબળા પાડે છે.