સુરતમાં પયગમ્બર સાહેબના ૧૫૦૦મા જન્મદિવસની ઉજવણીની તૈયારી, જુલુસની તારીખ અંગે ટૂંક સમયમાં જાહેરાત
આ વખતે એક દિવસનાં અંતરે ગણેશ વિસર્જન યાત્રા અને ઈદે મિલાદના જુલુસની તારીખો આવી છે. ત્યારે સુરતમાં સૌહાર્દ અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરત ઈદે મિલાદુન્નબી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈદે મિલાદ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતના સલાબતપુરા વાંકાવેરી મોમીન હોલ ખાતે કમિટીની મળેલી મિટીંગમાં સુરતના અનેક આગેવાનો અને સામાજિક કાર્યકરો તેમજ સ્વંય સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
મિટીંગમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ નિર્ણયો પૈકી સૌથી મહત્વનો નિર્ણય ઈદે મિલાદના જુલુસને ગણેશ વિસર્જન યાત્રા બાદ આ.ોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ વર્ષે ઐતિહાસિતક પર્વ પણ છે અને આ પર્વ એટલે કે પયગમ્બર મહંમદ((સ.અ.વ.)ની વિલાદત એટલે જન્મને 1500 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1500મા જન્મ દિવસની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ અને શ્રદ્વાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આના માટે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
હવે જુલુસની તારીખનું એલાન ચાંદ પર નિર્ભર રહે છે.
ચાંદ ક્યારે દેખાય છે તે પ્રમાણે તારીખનું એલાન કરવામા આવશે. આ ઉપરાત સુરતના પોલીસ કમિશનર સાથે કમિટીના હોદ્દેદારો મુલાકાત કરીને કાયદો વ્યવસ્થા અને સુરતની કોમી સૌહાર્દને અકબંધ રાખીને તારીખની જાહેરાત કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મિટીંગમાં ઈદે મિલાદ કમિટીના મકસુદ રાજવાણી,.અબ્બાસ શેખ,અમીન નાથાની.રિયાઝ બાબા, અલ્લામા-વ-મૌલાના સૈયદ મોહ્યુદ્દીન, મુફતી સલીમ, મૌલાના ઝાકીર રઝા, સામાજિક કાર્યકર રિયાઝ બાબા સહિતના ઉલ્માઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.