બસપા સુપ્રીમો માયાવતી અને મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા આગામી વિધાનસભા ચૂંટણી નહિ લડે બસપાના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ મંગળવારે જાહેરાત કરી હતી.ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે 18 ઉમેદવારોની બીજી યાદીની જાહૅરાત કરી છે પાર્ટીએ અત્યાર સુધી 42 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. 70 બેઠકો ધરાવતી ઉત્તરાખંડ વિધાનસભા માટે હજુ 28 ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને રાજ્ય ભાજપના ઘણા અધિકારીઓ દિલ્હી પહોંચી ગયા છે. બીજેપી કોર કમિટીની બેઠક અહીં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે. જેમાં યુપી ચૂંટણીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરશેકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સાંજે ગોવા કોંગ્રેસના અધિકારીઓ સાથે ગોવાની ચૂંટણીને લઈને બેઠક કરશે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ચોખ્ખું કર્યું છે કે ગોવામાં ટીએમસી સાથે કોઈ જોડાણ નહીં થાય. મોડી રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે ટ્વિટ કરીને અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું કે ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સાથે ગોવામાં કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી. તેમણે એમ પણ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે ટૂંક સમયમાં જ ગોવાને ફરી પ્રગતિના પંથે લાવીશું.