મુંબઇની મોડલ એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મોડેલ એશ્રા પટેલે આજે સવારે કાવીઠા ગામની શાળાના બુથ પર મતદાન કર્યું હતું.મતદાન પછી એશ્રા પટેલે જણાવ્યું કે આજે મને ખુબ લાગણી થઇ રહી છે. મારા ઉપર મારા ગામના દરેક ગરીબ લોકોની જવાબદારી આવી ગઇ છે. અહીંની દરેક લોકો ગરીબી જીવન જીવે છે એ મારા માટે જવાબદારી નું કામ બની ગયું છે એટલે હું ચૂંટણી જીતુ કે હારૂ, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની આછા રાખુ છું, મને લોકોએ આશિર્વાદ આપ્યા અને પૂજાઓ અને અર્ચના પણ કરી છે.મારે આ લોકો માટે જીતવું છે
મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે ત્યારે ચાર મહિલાએ ઉમેદવારી કરી છે જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.એશ્રા પટેલ વર્ષોથી મોડેલિંગ કરે છે અને અત્યાર સુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે.કોરોનામાં લોકોને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો મોડેલ એશ્રા પટેલે ચૂંટણી પહેલા જણાવ્યું હતું કે લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના સંક્રમિત થયા હતા ત્યારે લોકોની જોડે સારવાર માટે પૈસા ન હતાએટલું જ નહીં દવાખાને લઇ જવા માટે પણ કોઈ નહતું એ લોકોને તો એ પણ ખબર ન હતી કે કોરોના શું છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા તેને જોઈને મને લાગ્યું કે મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા તો કેટલાકના ઘરમાં પાણી ભરાઈ ઘયું હતું અહીંના લોકોને મોટાભાગના 6 મહિના સુધી ઘરે બેસી રહેવું પડે બવધ લોકો નાના -મોટી મજૂર વાળા જીવવાવાળા હતા
મારી જિંદગીમાં તો બધું જ સારું જ છે. હું દુનિયાના ઘણા બધા દેશમાં ફરી છું, ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહીં ? એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. અહીં હમણાં સરપંચ તો છે પણ વહીવટ બીજો કરે છે. કામ થતાં નથી, જેઓને મજૂરી મળતી હોય તેઓને મનરેગા હેઠળ મજૂરી પુરી પાડવાની એ પૈસા ખિસ્સામાં નાખે છે. લોકો માટે કોઈને કામ નથી કરવું મેં વિચાર્યું કે આ લોકો માટે હું કઈ કરું એશ્રા પટેલના પિતા નરહરી પટેલ, ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.