લખીમપુર હિંસામાં જીવ ગુમાવનાર પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.જાણકારી એ પણ છે કે યુપી ચૂંટણી 2022માં કોંગ્રેસ પવન કશ્યપને નિઘાસન વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.કોંગ્રેસ પાર્ટીના સતીશ અજમાનીએ નસીમુદ્દીન સિદ્દીકી લખીમપુરના હિંસામાં જીવ ગુમાવનાર પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપને કોંગ્રેસની સદસ્યતા અપાવી હતી.લખીમપુરના જિલ્લા અધ્યક્ષ પ્રહલાદ પટેલને જણાવ્યુ કે લખીમપુર હિંસામાં માર્યા ગયેલા પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપને કોંગ્રેસની સદસ્યતા તો અપાવી દીધી છે પણ ટિકિટ પર હજુ કંઈ નક્કી થયુ નથી.આના પર હાઈકમાન્ડ નિર્ણય લેશે એવુ કહેવાઈ રહ્યુ છે.
લખીમપુરમાં ચાર ખેડૂત સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રમણ કશ્યપ ન્યુઝ ચેનલ સાથે કામ કરતા હતા.લખીમપુરમાં ઝડપી રફ્તાર ગાડીએ કેટલાક ખેડૂતોને કચડ્યા હતાત્યારબાદ પ્રદર્શનકારી ભડકી ઉઠ્યા હતા.ગાડી સવારને ખરાબ રીતે માર મારવામાં આવ્યો અને કેટલીક ગાડીઓ ફૂંકી દેવાઈ.કચડાયેલા ખેડૂતોમાંથી ચારના મોત નીપજ્યા હતા. હાલ પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી દીધી.યુપી પોલીસે પાંચ હજાર પાનાની અને 208 સાક્ષીઓના ઉલ્લેખવાળી ચાર્જશીટ તૈયાર કરી છે.લખીમપુર હિંસામાં મૃતક પત્રકાર રમણ કશ્યપના ભાઈ પવન કશ્યપે કોંગ્રેસમાં જોડાયાની પુષ્ટિ કરી.શું તે ચૂંટણી પણ લડશે? આ પ્રશ્ન પર પવને કહ્યુ કે તેઓ આનો જવાબ પછી થી આપશે.