રીના બ્રહ્મભટ્ટ
પાટીદાર આંદોલન બાદનો આ પહેલો પ્રસંગ હશે કે જયારે ગુજરાતના પાટીદારોને સત્તાધારી પાર્ટી સામે રોષ ઠાલવવાનું હથિયાર પ્રાપ્ત હશે. લોક્ત્સવની આ વેળાએ પાટીદારો અને ખાસ તો દલિતોએ જે જુલ્મો અને અત્યાચારો વેઠ્યા છે એ એમને એક દુખતી નસ પર કોઈ એ હાથ રાખ્યા જેવું ફિલ થશે. અને એમનો ઉભરો કાઢવાની તક મળશે . ઉનાના દલીતકાંડે ખરેખર માનસિકતાની નીપજ હતી. પરંતુ પાટીદારો અત્રે એ વાત પણ સારી પેઠે સમજી ચુક્યા છે કે, ખરેખર સત્તાના ગલીયારમાં એમનો ઉપયોગ એક હાથા તરીકે જ થયો છે. અને હાલ જયારે ખરેખર ચુંટણી આવી છે ત્યારે પણ એમને એક મતબેંક તરીકે જોવામાં આવી રહ્યા છે.
જેને પગલે ભાજપ અને કોંગ્રેસમાં જોડ-તોડ ની સોદાબાજી ચરમસીમાએ પહોચી છે. અને રોજે રોજ નીતનવા નિવેદનો આવી રહ્યા છે. ત્યારે પાટીદારો પોતે પણ ફિલ કરી રહ્યા છે કે આમાં તેઓ ક્યાં છે? શું હાર્દિકને રાજકીય બયાનબાજી કરવા તેઓએ નેતા બનાવ્યો હતો? જો કે, સતત બદલાતા જતા રાજકીય સમીકરણોમાં હાર્દિકના વાયરલ થયેલા વિડીઓ બાદ ભારે બદનામી પણ થઇ છે. અને આ બદનામી બાદ બની શકે કે, કોંગ્રેસનું હાર્દિકનું ચુંટણીમાં નામ વટાવી મતો અંકે કરવાનું ગણિત તૂટી જાય. અને આવું બનવાની ભરપુર સંભાવનાઓ સેવાઈ રહી છે.
આ સાથે એ પણ નોધવું રહ્યું કે, હાલ જ પ્રાપ્ત સમાચારો મુજબ હાર્દિકને દેશદ્રોહના ૨ મામલામાં જામીન આપવામાં આવ્યા છે. પરંતું એને ફરી એકવાર તડીપાર થવું પડશે.અને ચુંટણીના ખરા ટાણે જ ગુજરાતમાંથી બહાર થવું પડશે. ત્યારે કોંગ્રેસ અને હાર્દિક માટે આ એક મોટો ફટકો હશે. વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને બાકી અન્યો વિરુદ્ધ બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. જો કે, હાર્દિક કોર્ટમાં રજુ નોતો થયો. પરંતુ હાલ તે કોર્ટમાં હાજર થયો ત્યારે એને શરતી જામીન મળ્યા છે.
એક રેલીમાં ભડકેલ હિંસામાં સ્થાનીય ભારતીય જનતા પાર્ટીના નેતા રીશીકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ તથા વાહનોને આગ લગાવવાના કેસ માં હાર્દિકને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજુર કર્યા હતા. તે સાથે જ વિસનગરની કોર્ટે સતત ગેરહાજર રહેવાના કારણે કુલ ૧૯ આરોપીઓમાંથી સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ લાલજી પટેલ વિરુદ્ધ બીન જામીન પાત્ર વોરંટ જારી કર્યું છે. પરંતુ હાર્દિક પર અમદાવાદમાં તેના સાથીઓને સરકાર વિરુદ્ધ હિંસા ભડકાવવાનો આરોપ છે કે, જેમાં કેટલાક પાટીદારો યુવાનના મોત પણ નીપજ્યા છે. તેમજ એ સમયે પોલીસે જયારે હાર્દિકને ગિરફ્તાર કર્યો ત્યારે લોકોને ફોન કરીને હિંસા કરવાનો આદેશ આપ્યો હતો. અને ઠેર ઠેર તોફાનો થયા હતા.