આજે દેશમાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી ધામધૂમ થી કરાઈ રહી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અરજીમાં તેમણે લોકશાહી અને વોટનું મહત્વ જણાવ્યું છે.રાહુલ ગાંધીએ ટ્વીટમાં લોકોને ટોણો પણ માર્યો.રાહુલ ગાંધીએ મતાધિકારનું રક્ષણ કરવા અને મતદારોને સતર્ક રહેવાની સલાહ આપી છે.તેમને અરજીમાં જણાવ્યું કે લોકશાહી એટલે શાંતિપૂર્વક વિરોધ,લોકશાહી એટલે સામાજિક સમાનતા અસંમતિ અને તમારો મત છે.તમારા અધિકારો પર કોઈ ગડબડ ના થાય એના માટે મત આપો.વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપી સહિત પાંચ રાજ્યોમાં ચાલતી રાષ્ટ્રીય મતદાન દિવસ પર રાહુલ ગાંધીની અરજી મહત્વપૂર્ણ રહી છે.પ્રથમ તબક્કાની શરૂઆત 14 ફેબ્રુઆરીથી પાંચ રાજ્યોની ચૂંટણીની થઈ રહી છે.
25 જાન્યુઆરીએ દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાય છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા 25 જાન્યુઆરી 2011ના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે ઉજ્વવામાં આવી હતી. વિશ્વના ભારત જેવા દેશમાં સૌથી મોટા લોકતંત્રમાં મતદાન સંબંધિત ઘટતા વલણને ધ્યાનમાં રાખીને આ પહેલ કરી છે. ચૂંટણી પંચનો હેતુ દેશભરના દરેક મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમરે પહોંચેલા દરેક પાત્ર મતદારોની ઓળખ કરે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યા.